રાજનીતિ

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાનો એક દેશ:કેન્દ્રિય નાણાં મંત્રી

99views

નિર્મલા સીતારામન IMF અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યા તેમણે કહ્યું કે, આઇએમએફ અહેવાલમાં ભારત અને ચીન બંનેનો વિકાસ દર 6.1 ટકા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF દ્વારા વિશ્વની તમામ અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. તેમ છતાં ભારત અત્યારે પણ સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે વિકાસ કરી રહ્યું છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમને ભારતની આર્થવ્યવસ્થાને લઇને નિવેદન આપતા કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને તેનો વિકાસ ઝડપથી થાય તેવા પ્રયાસો મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નાણા પ્રધાન સિતારમને ગુરુવારે ભારતીય સંવાદદાતાઓના સમુહને કહ્યું કે, હાલ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા ભારતના વિકાસ દરના અનુમાનને ઘટાડવામાં આવ્યો છે પરંતુ ભારતની અર્થવ્યવસ્થા અત્યારે પણ સૌથી ઝડપી વિકાસ કરી રહી છે.

તો ખાસ વાત એ પણ છે કે આઇએમએફ દ્વારા મંગળવારે જાહેર કરેલા તેના વર્લ્ડ ઇકોનોમિક સિનિયોર રિપોર્ટમાં, વર્ષ 2019 માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે, જો કે તેને 2020 માં સુધારણા થવાની અપેક્ષા છે અને તે સમયે દેશનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેશે.

Leave a Response

error: Content is protected !!