વિકાસની વાત

ભારતે ચાખ્યો હારનો સ્વાદ..! રોહિત શર્માની સદી એળે ગઈ, જાણો હારના કારણો

148views

ભારતે આખરે વિશ્વકપમાં હારનો સ્વાદ ચાખ્યો. ઈંગ્લેન્ડે મેચ 31 રનથી જીતી છે.  જો કે આ હારથી ભારતની સેમિફાઈનલની સફરમાં કોઈ મુશ્કેલી નથી. ભારત સેમિફાઈનલથી એક જ કદમ દુર છે. ભારતના આગામી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે છે.

ઈંગ્લેન્ડે પહેલા ટોસ જીતીને બેટિંગ પસંદ કરી અને 337નો રનનો ખડકલો કરી દીધો. આ મહા લક્ષ્યાંકનો ફોલો કરતા ભારત તરફથી વિરાટ કોહલીએ સતત 5મી અર્ધી સદી ફટકારી તો રોહિત શર્માએ ફરી સદી નોંધાવી છે.

ભારતની હારના કારણો :

ભારતના સ્પીનર્સ વિકેટ લેવામાં અસફળ

  • ભારતની હાર પાછળ સૌથી જવાબદાર કારણ ભારતના સ્પીનર્સની અસફળતા છે. ભારત તરફથી શમી અને બુમરાહે સારી બોલિંગ કરી અને ઈંગ્લેન્ડના બેટ્સમેનને ખામોશ  કરી શક્યા પણ ચહલે 10 ઓવરમાં 88 રન આપીને એક પણ વિકેટ ન ઝડપી. આ સિવાય કુલદિપ યાદવ અને હાર્દિક પંડ્યાની બોલિંગ પણ સારી ન રહી.

કે,એલ,રાહુલ ઝીરો રન પર આઉટ

શિખર ધવનની  ખોટ આજે ભારતને વર્તાય. કે,એલ,રાહુલ ઝીરો પર આઉટ થતા શરૂઆતથી જ ઈંગ્લેન્ડ ના બોલર્સ ભારત પર હાવી રહ્યા. જો કે રોહિત શર્મા અને કોહલીની પાર્ટનરશીપથી ભારત જીતની નજીક પહોંચ્યું.

કોહલીએ અર્ધી સદી કરી પણ તે સદી કરવામાં ફરી ચુકયો

જો કોહલી સદી કરી શકત તો મેચનું પરિણામ કઈક અલગ હોત પણ કોહલી ફરી સદી કરતા ચુક્યો. આ પહેલી વાર બન્યું કે કોહલી સતત પાંચ મેચ રમ્યો હોય અને સદી ના કરી હોય.

રીષભ પંત પર વધુ પડતી આશા

આજે રિષભ પંતનો વિશ્વકપનો પહેલો મેચ હતો. જો કે રિષભ પંત પર ક્રિકેટ રસિયાઓને વધુ પડતી જ આશા હતી. રિષભ પંત આઉટ થતા મેચ ધીમી પડી ગઈ હતી અને ભારત પરાજયની નજીક પહોંચ્યું.

છેલ્લી 10 ઓવરમાં 109 રન કરવામાં ધોની અને જાધવ રહ્યા નિષ્ફળ

જો કે આમ છતા છેલ્લી 10 ઓવરમાં 109 રનની જરૂર હતી ત્યારે ક્રિઝ પર ધોની અને જાધવ હતા. ધોની તેની સ્ટાઈલમાં મેચ પુરી કરશે તેવું સરળતાથી દેખાઈ રહ્યુ હતુ પણ ધોની અને જાધવે છેલ્લી અવરોમાં એક એક રન લઈને મેચ પુરો કર્યો.

હાર્દિક પાંડ્યા ફરી 50 રન કર્યા પહેલા આઉટ

હાર્દિક પંડ્યા તેના લાંબા લાંબા છક્કા મારવાથી પ્રચલિત છે.  આ જ પ્રમાણે હાર્દિકે પોતાની ગેમ દેખાડી પણ તે ફરી 45 રનથી આઉટ થઈ ગયો. આ પહેલા પણ હાર્દિક પંડ્યા 46 રનથી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા જો વધુ સમય સુધી ટકી શક્યો હોત તો ભારત સરળતાથી જીતી શકત.

Leave a Response

error: Content is protected !!