વિકાસની વાત

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો: વરસાદને કારણે ટોસમાં વિલંબ, મોડી શરૂ થશે મેચ

91views

આજે નોટિંઘમમાં પોતાના નક્કી સમય પર મેચ શરૂ થશે નહીં. અહીં વરસાદ થોડી-થોડી વારે આવી રહ્યો છે. આ સાથે મેદાન પર કવર પણ હટાવવામાં આવ્યા નથી અને મેદાન ભીનું છે.

વિશ્વ કપના ઈતિહાસની વાત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી સાત વખત આમને-સામને થી છે, ચાર કાબલામાં કીવીનો તો ત્રણમાં ભારતનો વિજય થયો છે. એટલે કે રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયા ત્રણ મહિના પહેલા કીવીને તેના ઘરમાં હરાવીને આવી છે.

ન્યુઝિલેન્ડે પોતાની 3 મેચમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું, જયારે ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ટ્રેન્ટબ્રિજ ખાતે આ વર્લ્ડકપમાં રમાયેલી 3 મેચમાં પ્રથમ દાવમાં એવરેજ સ્કોર 247નો રહ્યો છે.

ટ્રેન્ટ બ્રિઝમાં કાળા વાદળો, વરસાદ રોકાયો

આ વિશ્વકપમાં બંન્ને ટીમો અત્યાર સુધી હારી નથી. ભારત 2 મેચ, ન્યૂઝીલેન્ડ ત્રણ મેચ જીતી ચુક્યું છે. આ વિશ્વ કપમાં 17માંથી ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે.

Leave a Response

error: Content is protected !!