રાજનીતિ

ભારત -પાક. મેચમાં વરસાદનું વિધ્ન, છતાં ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા

144views

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ દરમિયાન વરસાદ થાય તેવી શકયતા છે. આમ છતાં દર્શકો ભારે કિંમત ચૂકવીને ટિકિટ ખરીદી રહ્યાં છે. આ મેચની ટિકિટ થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. જે લોકોએ ટિકિટ ખરીદી હતી, તે લોકો હવે વિયોગો વેબસાઈટ પર તેનું ફરી વેચાણ કરીને મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યાં છે

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમોની વચ્ચે રવિવારનાં રોજ મેન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર થનારી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની મેચની ટિકિટની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો રાજકીય કારણોથી ફક્ત આઈસીસી અને એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવતી ટૂર્નામેન્ટમાં જ એક-બીજા સાથે રમે છે. શુક્રવારે ગોલ્ડ લેવલની ટિકિટ લગભગ 4.20 લાખ રૂપિયા (4700 પાઉન્ડ)માં વેચાઈ છે.

માન્ચેસ્ટર ખાતેના ઐતિહાસિક ઓલ્ડટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે દર્શકોની સંખ્યા 24,500 જેટલી છે. વર્લ્ડકપની મેચને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેડિયમે કેટલાંક નવા સ્ટેન્ડ્સ બનાવ્યા છે. એ જોતાં મહત્તમ ક્ષમતા 30,000 ધારી શકાય. તે પૈકી હાલ આ મેચમાં 20,000થી વધુ ભારતીયોએ ટિકિટ ખરીદી છે.

માનવામાં આવી રહ્યું છે કે, રવિવારે પણ હવામાન આ રીતે મેચને મદદગાર થઈ શકે છે. બીબીસી વેધર રિપોર્ટ અનુસાર, શુક્રવારે મેનચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું અને તાપમાન 13 ડિગ્રી આસપાસ રહ્યું. આ દરમ્યાન 63 ટકા ભેજ રહ્યો અને 14 કિમી પ્રતિકલાકની સ્પીડે પવન રહ્યો.

હવામાનની આગાહી કરતી વેબસાઇટ એક્યુરેટવેધર મુજબ શુક્રવાર અને શનિવારે તડકો નીકળશે પણ વરસાદ થવાની આશંકા છે. એવામાં ભારત પાકિસ્તાનની મેચ પર અસર પડી શકે છે. એટલું જ નહીં, બની શકે કે મેચ 50-50 ઓવરની ના રમાય. જોકે, હવામાન ક્યારે પણ બદલાઈ શકે છે અને તેના અસર પડશે. વેધર રિપોર્ટ મુજબ, રવિવાર સવારે વરસાદના હળવા ઝાપટાં સાથે વેગીલા પવનની શક્યતા છે. બપોર પછી કૂણો તડકો નીકળશે પરંતુ વચ્ચે વચ્ચે ઝાપટાં પડી જાય તેમ બને. એ સંજોગોમાં મેચ રમાશે કે કેમ એ જ હાલ તો સૌથી મોટી ઉત્તેજના ગણાશે.

Leave a Response

error: Content is protected !!