રાજનીતિ

એક પછી એક સેક્ટરમાંથી ચીનના દાણા-પાણી બંધ, ગડકરીએ કરેલી જાહેરાતથી ડ્રેગનનુું સુરસુરયું બોલશે

1.29Kviews

પરિવહન મંત્રી નિતીન ગડકરીએ મોટી જાહેરાત કરી છે જેનાથી ચીનના કાંકરા ખરી ગયા છે. પહેલા ડિજીટલ ક્રાંતિ અને હવે હાઈ-વેના મોટા પ્રોજેક્ટમાંથી ચીનને પ્રતિહંધ કરવામાં આવશે.

મોદી સરકાર ચીનને છોડવાના મુડમાં નથી. 20 જવાનનો લોહી વ્યર્થ જવાના નથી. એવું લાગે છે કે પાંચ વર્ષમાં ભારત આત્મ નિર્ભર થઈ જશે અને ચીનની શાન ઠેકાણે આવી જશે.

ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કર્યા બાદ ભારતે વધુ એક આકરો નિર્ણય લીધો છે. ભારતે હાઈવે પ્રોજેક્ટ માટે ચીનની કંપનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવશે. પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારત હાઈવે પ્રોજેક્ટ્સમાં ચીનની કંપનીઓની એંટ્રીને પ્રતિબંધિત કરવામાં આવશે.

જોઈંટ વેંચર પર પણ ચાંપતી નજર

ગડકરીએ કહ્યું હતું કે, જો કોઈ ચાઈનીઝ કંપની જોઈંટ વેંચરનો રસ્તો અપનાવી હાઈવે પ્રોજેક્ટ્સમાં એંટ્રીનો પ્રયાસ કરશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સરકાર એ વાત પણ સુનિશ્ચિત કરશે કે MSME સેક્ટરમાં ચાઈનીઝ ઈન્વેસ્ટમેંટનો પણ મંજુરી ના આપવામાં આવે.

Leave a Response

error: Content is protected !!