રાજનીતિ

વાયુસેના દિવસ અને દશેરાના પાવન દિવસે ભારતને મળશે રાફેલની ડિલીવરી

83views

સંરક્ષણ મંત્રાલયના સૂત્રો અનુસાર  ફ્રાન્સ પાસેથી 8 આેક્ટોબરના રોજ પ્રથમ રાફેલ વિમાનની ડિલીવરી ભારતને મળવાની છે, જેને લેવા માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ જવાના છે. 8 આેક્ટોબરના રોજ વાયુસેના દિવસ છે અને દશેરા પણ છે, એટલે આ પાવન દિવસે ભારત રાફેલ વિમાનની ડિલીવરી લેવાનું છે.

આ અગાઉ સંરક્ષણ મંત્રીએ તાજેતરમાં જ 19 સપ્ટેમ્બરના રોજ સ્વદેશી તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી.તો રાજનાથસિંહ રાફેલ વિમાનની પણ  ઉડાન ભરી શકે છે.

સંરક્ષણ મંત્રીની આ યાત્રાની સાથે જ વિશ્વનું સૌથી શિક્તશાળી વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે, પરંતુ તેની પ્રથમ ડિલીવરી મે, 2020માં મળશે. 2020માં આ વિમાનના ભારત આવ્યા પછી તેમાં ભારતીય પરિસ્થિતી અનુસાર ફેરફાર કરવામાં આવશે. ત્યાર પછી વાયુસેનાના પાઈલટ અને અન્ય સ્ટાફને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

 

સંરક્ષણ મંત્રીના રાફેલ વિમાનની સવારીની આધિકારીક પુિષ્ટ મળી નથી. રાફેલ વિમાનની ડિલીવરી લીધા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ સરકારના અધિકારીઆે સાથે સંરક્ષણ ક્ષેત્રે વધુ સહયોગ માટે બેઠક પણ કરશે. આ બેઠક 9 આેક્ટોબરના રોજ યોજાવાની છે. આ પ્રસંગે રાજનાથ સિંહની સાથે નાયબ વાયુસેના પ્રમુખ એરમાર્શલ હરજિંદર સિંહ અરોડા પણ સાથે જાય તેવી સંભાવના છે.

Leave a Response

error: Content is protected !!