વિકાસની વાત

ક્રિકેટ વર્લ્ડકપ 2019 : ભારતનો 6 વિકેટથી વિજય શંખનાદ, મેચના હિરો રહ્યા ચહલ અને રોહિત શર્મા

128views

 

  • રોહિત શર્માની શાનદાર સદી
  • ચહલની ચતુરાઈપુર્વકની બોલિંગ ઝડપી ચાર વિકેટ 
  • હાર્દિક પટેલના 7 બોલમાં 15 રન, ત્રણ ચોગ્ગા

 

વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતે પહલો મેચ 6 વિકેટથી જીતી લીધો છે, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતના બોલર્સ સામે આફ્રિકન્સ ન ટકી શક્યા. એક પછી એક વિકેટ પડતી રહી.ભારતને 228 રનનો લક્ષ્યાંક મળ્યો.  ભારત તરફથી ચહલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી અને ભુવનેશ્વર-બુમરાહે 2-2 વિકેટ ઝડપી તો કુલદિપ યાદવના પણ એક સફળતા મળી.

ભારતની બેટિંગની વાત કરીએ તો શિખર ધવન અને વિરાટ કોહલી શરૂઆતમાં જ આઉટ થઈ ગયા પછી રોહિત શર્માએ મેદાન સંભાળ્યું. રબાડાની બોલિંગ પર ભારતને ક્યાંકને ક્યાંક પરેશાન કર્યા. એક સમયે સરળ લાગતો મેચ રસાકસી ભર્યો બન્યો હતો. ધોનીના આઉટ થયા પછી હાર્દિક પાંડ્યાએ 3 ચોગ્ગા લગાવીને મેચને રસપ્રદ બનાવ્યો અને ભારતને જીતાડ્યું.

 

Leave a Response

error: Content is protected !!