રાજનીતિ

ભારત- ચીન બોર્ડર: ચીને વાતચીત કરતા કરતા ઓચિંતો રોડથી હુમલો કર્યો અને 800 સૈનિકો ભારતીય જવાનો પર તુટી પડ્યા

3.36Kviews

લદ્દાખની ગલવાન ઘાટીમાં તૈનાત એક વરિષ્ઠ અધિકારીએ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ઝપાઝપીની આંખે જોયેલી સ્થિત દૈનિક ભાસ્કરને જણાવી. તેમણે કહ્યું- લગભગ 15 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત ગાલવન ઘાટીમાં સાંજે 4 વાગ્યાથી અડધી રાત સુધી લગભગ 8 કલાક હિંસા ચાલી હતી. ચીનના સૈનિકોએ ષડયંત્ર રચીને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો.

ભારતીય સૈનિકો આ પ્રકારના હુમલા માટે તૈયાર ન હતા. ભારત અને ચીનના કોર કમાન્ડરોમાં 6 જૂને સહમતિ બની હતી કે સેનાઓ હાલ જ્યાં છે ત્યાંથી 2-3 કિલોમીટર પાછળ હટશે. આ અંતર્ગત ચીનના સૈનિકોએ એલએસીની પોસ્ટ-1 પર જવાનું હતું. આ પ્રક્રિયા સાત દિવસથી ચાલી રહી હતી.

પેટ્રોલ પોઈન્ટ-14ની પાસે બંને સેનાઓના સૈનિકોમાં હિંસક ઝપાઝપી થઈ 
પ્રોસેસની પુષ્ટિ માટે બંને સેનાઓએ પોત-પોતાની ટીમ રાખી હતી. સોમવારે બપોરથી ભારતીય સેનાના કમાન્ડિંગ અધિકારીની સાથે 10 સૈનિકો પેટ્રોલ પોઈન્ટ-14ની પાસે ચીનના સૈનિકોના પરત ફરવા અંગે દેખરેખ રાખી રહ્યાં હતા. લગભગ 20 જેટલા ચીનના સૈનિકોએ તેમની જગ્યાએથી હટવાનું હતું પરંતુ તેઓ ન હટવાના કારણે ઝપાઝપી શરૂ થઈ. ચીનના સૈનિકોએ અચાનક જ ભારતીય કમાન્ડિંગ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. તેમને પાડીને લોખડના સળિયાથી હુમલો કર્યો.

ચીનના 800 સૌનિકો ભેગા થઈ ગયા
ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. થોડી મિનિટો બાદ ચીનની બીજી ટુકડી ત્યાં પહોંચી ગઈ. પછી ભારતીય સેનાની બીજી ટુકડી પણ પહોંચી. પછી એક-એક કરીને ટુકડીઓ આવવા લાગી. ચીનના લગભગ 800 સૈનિકો ભેગા થઈ ગયા હતા. ભારતના સૌનિકો ઓછા હતા. સાંજે છ વાગ્યા સુધીમાં તો બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા. સૌનિકો પથ્થર, લાકડીઓ અને લોખંડના સળિયાથી એક-બીજા પર હુમલો કરી રહ્યાં હતા. પછીથી અચાનક ભાગાભાગી થઈ. રાતે અધારું હોવાના કારણે ઘણા સૈનિકો ગાલવન નદીમાં પડી ગયા.

ચીનના 40-50 જવાન પણ ખીણમાં પડ્યા
ચીનના 40થી 50 જવાનો ખીણમાં પડ્યા હતા. ભારતીય સેનાના પણ કેટલાક જવાનો ગુમ છે. હાલ એ વાતનો ખ્યાલ નથી કે તેઓ નદીમાં પડી ગયા કે ચીનના કબ્જામાં છે. એવા સમાચાર છે કે ચીનનો એક કમાન્ડિંગ અધિકારી પણ આ દરમિયાન મૃત્યુ પામ્યો હતો અથવા તો નદીમાં પડી ગયો હતો.

સૌજન્ય – દૈનિક ભાસ્કર

Leave a Response

error: Content is protected !!