રાજનીતિ

વિશ્વના મીડિયામાં ભારતીય સેનાના વખાણ, કહ્યુ ચીનના જવાનને ભારતે પહેલી વાર વેંતરી નાખ્યા

2.53Kviews

લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણમાં બંને તરફ નુકસાનના અહેવાલો છે. ભારતીય સેનાના ત્રણ જવાનોની શહીદીના અહેવાલો મળી રહ્યા છે જ્યારે અથડામણમાં ચીનના પાંચ સૈનિકના મોત થયા છે. જેને સ્ટ્રેચર પર લઇને જતા જોવા મળ્યા. હાલમાં ચીનને કેટલું નુકસાન થયું તેના પર કોઇ વધુ અહેવાલ મળ્યા નથી. એવું જાણવા મળે છે કે ચીનના ૧૧ સૈનિકો ઘાયલ પણ થયા છે. LAC પરની ગઇકાલની ઘટના બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં છે.

  • પહેલી વાર ચીનને ભારત તરફથી ધોબીપછાડ મળી છે
  • ભારતે પહેલી વાર ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે
  • ભારતે ચીનના 5 જવાનોને ઠાર માર્યા છે અને 11 જવાનોને ઘાયલ કર્યા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત સેનાની ત્રણેય પાંખના વડાઓને બોલાવ્યા હતા. બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ચીનને પણ સમજાઈ ગયું છે કે, આ 1962નું નહેરુનું ભારત નથી, 2020નું મોદીનું ભારત છે. ચીનાઓને જડબાતોડ જવાબ મળ્યો અને મળતો રહેશે. લદાખ વિવાદમાં ચીનનું પાંચિયું પણ ઉપજ્યું નથી, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં ભારતે લોખંડી વલણ દાખવ્યું છે. આજે એક બ્રિટિશ અખબારે લખ્યું કે, ભારતે 5 સૈનિકોને રીતસર વેંતરી નાંખ્યા. આ સમાચાર પરથી જ ભારતીય સૈન્યના સખ્ત એક્શનનો અંદાજ મેળવી શકાય છે.

આ યુકે બેઝ ન્યુઝ ચેનલ છે જેમણે ભારતના વખાણ કર્યા છે.

https://www.express.co.uk/news/world/1296478/World-war-3-China-vs-India-border-china-soldiers-dead-injured-Ladakh

Leave a Response

error: Content is protected !!