રાજનીતિ

ચીન પર મોદી સરકારની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક : 24 કલાકમાં આપ્યો બીજો અબજો રૂપિયાનો ઝટકો

5.52Kviews

ભારત-ચીન તણાવ વચ્ચે સરકારનો બીજો મોટો નિર્ણય.

  • રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડએ ચીની કંપની સાથેનો કરાર રદ કર્યો છે.
  • સિગ્નલિંગ અને ટેલિકોમ માટે 471 કરોડના કરાર ચીની કંપનીને એનાયત કરાયા હતા

રેલવેએ ચીનની કંપનીને આપેલા સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનો 471 કરોડનો કરાર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપને 2016માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

417 કિલોમીટર લાંબા સેક્શનમાં સિગ્નલિંગનું કામ કરવાનું હતું
ચીનની કંપનીએ 471 કરોડના આ કોન્ટ્રાક્ટ અંતર્ગત ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરના 417 કિલોમીટર લાંબા કાનપુર અને મુગલસરાય સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનું કામ કરાવનું હતું. રેલવેએ કહ્યું કે આ કામની ગતિ ઘણી ધીમી છે. કંપનીએ આ કામ 2019 સુધીમાં પૂરું કરવાનું હતું, પરંતુ હાલ માત્ર 20 ટકા કામ પૂરું થયું છે.

ગઈ કાલે રાત્રે એક નિર્ણ કરાયો હતો ભારતે આર્થિક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવો શરૂ કર્યો છે  ભારત સરકારે સરકારી ટેલિકોમ કંપનીઓને કોઈ પણ ચાઈનીઝ કંપનનીના ઇક્વિપમેન્ટનો ઉપયોગ ના કરવા જણાવ્યુ છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના ટેન્ડરને રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રાઈવેટ મોબાઈલ ફોન ઓપરેટર્સ માટે પણ Huawei અને ZTE જેવા ચીની બ્રાન્ડથી દૂર રહેવાના નિયમ બનાવી શકાય છે. બીએસએનએલ અને એમટીએનએલને તેના ટેન્ડરમાં ફેરફાર કરવા જણાવવામાં આવ્યું છે. આ આદેશથી Huawei અને ZTEના વેપાર પર ભારે અસર પડશે.

દેશના 5G ડિપ્લોયમેન્ટ્સથી આ બંને કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાંઅ આવ્યો છે. ભારતીય ટેલિકોમ ઇક્વિપમેન્ટનું એન્યુઅલ માર્કેટ 12,000 કરોડ રૂપિયા છે. તેમાંથી એક ચતુર્થાંશ ભાગ પર ચીનનો કબજો છે. બાકીનામાં સ્વીડનની એરિક્સન, ફિનલેન્ડની નોકિયા અને દક્ષિણ કોરિયાની સેમસંગ કંપનીનો સમાવેશ થાય છે. ભારતી એરટેલ અને વોડાફોન બંને જ Huawei અને ZTE સાથે કનિદૈ લાકિઅ કામ કરે છે.

Leave a Response

error: Content is protected !!