Corona Update

વાંચો..વિદેશથી ભારતીયોને પાછા લાવતું ભારતીય નેવીના જહાજ જલશ્વના અદભુત કાર્યની કહાની…

423views

વિદેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર ચલાવી રહી છે સમુદ્ર સેતુ અને વંદે ભારત મિશન…

રવિવારના રોજ ભારતીય નેવીના INS જલશ્વ જહાજ દ્વારા સમુદ્ર સેતુ મિશનના બીજા તબક્કાને અપાયો ઓપ..બીજા તબક્કા મુજબ 700 જેટલા ભારતીયોને શ્રીલંકાના કોલંબોથી ભારત રવાના કરવામાં આવ્યા..

આ જહાજ કોલંબોથી ભારતીયોને લઈ કેરળના તુટીકોરન પહોંચ્યું હતું.. આ જલશ્વ જહાજ તુટીકોરન બાદ હવે ભારતીયોને લેવા માલદીવ રવાના થશે..

આ જહાજ અત્યાર સુધી 1286 લોકોને વિદેશથી પરત લાવી ચૂક્યું છે..કોલંબો ખાતે ભારતીય દુતાવાસને ભારતીયોને જલશ્વ દ્વારા વતન વાપસી માટેની જવાબદારી સોંપાઈ હતી.જેમાં શ્રીલંકા નેવી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી..જલશ્વ જહાજ આ પહેલા બે વખત માલદીવની રાજધાની માલે થી ભારતીયોને પરત લાવી ચૂક્યું છે…

Leave a Response

error: Content is protected !!