રાજનીતિ

ભારતીય નૌસેનાનું ઓપરેશન સંકલ્પ શરૂ, જાણો કેમ મહત્વનું છે ઓપરેશન સંકલ્પ

105views

અમેરિકા અને ઈરાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જઇ રહ્યો છે. એવામાં ઈરાને અમેરિકાનું એક ડ્રોન તોડી પાડ્યું અને આ સાથે જ એમરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનાં ભણકારા શરૂ થઇ ગયા. અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યા બાદ ઈરાને કહ્યું કે અમારી જળ સીમામાં એ ડ્રોન પ્રવેશ્યું માટે તોડી પડાયું છે. અમેરિકા – ઈરાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિને જોતા ભારતીય નૌસેનાએ ઓમાન અને પર્સિયન ખાડીમાં ભારતીય જહાજોની રક્ષા માટે ઓપરેશન સંકલ્પ શરૂ કર્યું છે. આવો જાણીએ ઓપરેશન સંકલ્પ.

 

ઓપરેશન સંકલ્પ

ઈરાનની જળ સીમામાં અમેરિકન ડ્રોન પ્રવેશતા ઈરાને એ ડ્રોન તોડી પાડ્યું. ઈરાનણ આ પગલાને કારણે ઓમાન અને પર્સિયન ખાડીમાં પરિસ્થિતિ ગંભીર બની છે. એમરિકા પોતાના ડ્રોનને તોડી પાડવાનો બદલો ઈરાન પાસેથી લઈને જ જંપશે. આવામાં અમેરિકા કે ઈરાન તરફથી ગમે ત્યારે એક બીજાના યુદ્ધ જહાજો પર હુમલો કરવામાં આવી શકે છે. આવી પરિસ્થિતિમાં ઓમાન અને પર્સિયન ખાડીમાંથી પસાર થતાં ભારતીય જહાજો પર મોટું જોખમ ઉભું થયું છે. આથી ઓમાન અને પર્સિયન ખાડીમાંથી પસાર થતાં ભારતીય જહાજોને ભયમાંથી મૂક્ત કરવાં અને સંભવિત અમેરિકા-ઈરાન યુદ્ધથી બચાવવા ભારતીય નૌસેનાએ ઓમાન અને પર્સિયન ખાડીમાં ઓપરેશન સંકલ્પ શરૂ કર્યું છે.

 

INS ચેન્નઈ અને INS સુનયના કરશે ભારતીય જહાજોની રક્ષા

ઓપરેશન સંકલ્પ અંતર્ગત ઓમાન અને પર્શિયન ખાડીમાં ભારતીય ધ્વજ વાળા જહાજોને રક્ષણ આપવા અને એમને સુરક્ષિત જળસીમા સુધી દોરી જવા નૌસેનાએ ઓમાન અને પર્શિયન ખાડીમાં INS ચેન્નઈ અને INS સુનયનાને તૈનાત કર્યા છે. INS ચેન્નઈ અને INS સુનયના ભારતીય જહાજોને રક્ષણતો આપશે જ અને સાથે જ જો કોઈ એવી પરિસ્થિતિ આવી પડી તો એ વળતો જવાબ આપવા પણ સક્ષમ છે. ઓપરેશન સંકલ્પ અંતર્ગત INS ચેન્નઈ અને INS સુનયના ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના મંડાણ થાય એ પહેલાં ઓમાન અને પર્શિયન ખાડીમાંથી તમામ ભારતીય જહાજોને બહાર કાઢશે.

Leave a Response

error: Content is protected !!