વિકાસની વાત

જે કર ઝુલાવે પારણું, તે જગત પર રાજ કરે

304views

તાજેતરમાં જાહેર કરાયેલ ઓસ્ટ્રેલિયન નાગરિકો માટેનું ટોચનું સન્માન “મેડલ ઓફ ધી ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા”માં ભારતીય મૂળના ૭ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એનાથી પણ વિશેષ ગર્વની વાત એ છે કે એ સન્માન મેળવનારાઓની યાદીમાં મહિલાઓ પણ પાછળ નથી! આ ૭ ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકોમાંથી ૩ મહિલાઓ છે.

આ સન્માન મેડિસિન, મ્યુઝિક, એજ્યુકેશન અને ફાઇનાન્સ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવે છે. આ ૩ ગૌરવવંતી મહિલાઓમાંથી એક મોનાશ આલ્ફ્રેડ સાયકિયાટ્રી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર જયશ્રી કુલકર્ણી છે. જેમને મનોચિકિત્સા ક્ષેત્રમાં મેડિસિનની તેમની મહત્વની સેવા માટે ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા (ઓએએમ) નો મેડલ મળ્યો છે. જ્યારે મેલબોર્ન સ્થિત કલાકાર જયશ્રી રામચંદ્રને સોમવારની એ એવોર્ડ ફંકશનની રાતમાં એવોર્ડ સમારંભમાં ભારતીય સંગીત અને નૃત્ય દ્વારા પ્રદર્શન એટલેકે પરફોર્મિંગ આર્ટ માટે ઓએએમ એનાયત કરાયો છે.
ત્રીજી ભારતીય મૂળની મહિલા, વિનિતા હર્ડીકરને મેડિકલમાં ખાસ કરીને બાળકોમાં યકૃત રોગ અને ટ્રાન્સપ્લાન્ટેશનમાં તેમના યોગદાન બદલ ઓએએમ મેડલથી નવાજવામાં આવ્યા છે.

રાણીના જન્મદિવસ એવોર્ડ સમારોહના ભાગ રૂપે, દેશભરમાં 1,000 થી વધુ ઓસ્ટ્રેલિયનોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વના 40% છે. આ આંકડો બતાવે છે કે મહિલાઓ હવે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. કોઈ પણ ફીલ્ડ એવું રહ્યું નથી જ્યાં મહિલાઓ ન પહોંચી હોય કે સફળ ન થઈ હોય. એમને સાબિત કરી બતાવ્યું છે કે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ થઈ ચૂક્યું છે અને બીજી સ્ત્રીઓ માટે એક નવી દિશા ચીંધી છે કે કોઈ પણ રાહ પસંદ કરો, નવા ક્ષેત્રો તમારું સ્વાગત કરવા તમારી રાહ જોઈ રહ્યાં છે… સિદ્ધિના શિખરો સ્ત્રીઓને આમંત્રે છે…!

લેખક : સુરભી બારાઈ

Leave a Response

error: Content is protected !!