Corona Update

ગુડ ન્યુઝ : જો તમે 14 એપ્રિલ પહેલા ટીકિટ બુક કરાવી હશે તો સંપુર્ણ રિફંડ મળશે.. વાંચો કેવી રીતે ?

403views

છેલ્લા ઘણા સમયથી મુસાફરોની ચિંતા હતી કે બુક થયેલી ટિકીટનું શું થશે. સ્વાભાવિક રીતે એપ્રિલ-મે વેકેશન ગાળામાં લોકો ફરવા જતા હોય છે ત્યારે મોટા પાયે ટિકીટ બુક થાય છે પણ કોરોનાને કારણે લોકડાઉન થઈ ગયુ હતું. ભારતીય રેલવેએ મુસાફરોને રાહત આપતા 14 એપ્રિલ 2020ના રોજ અથવા તે પહેલાં બુક કરવામાં આવેલી તમામ રેલવે ટિકિટોના પૂરા પૈસા પાછા આપવાનો નિર્ણય કર્યો છે. જો કોઈ મુસાફરે 14 એપ્રિલ 2020 અને 120 દિવસ પહેલાં ટ્રેનની ટિકિટ બુક કરાવી છે અને ટ્રેન રદ કરવામાં આવી છે, તો હવે તેઓને સંપૂર્ણ રિફંડ મળશે.

ટીકિટ રદ્દ કરવાની ભુલ ના કરતા
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ હંમેશાં પોતાના મુસાફરોને તેમની ટિકિટ રદ ન કરવાની સલાહ આપી છે. IRCTCના અનુસાર, ભારતીય રેલવે દ્વારા સિસ્ટમમાં ટ્રેનને રદ કર્યા બાદ ઓટોમેટિક ફૂલ રિફંડ શરૂ કરવામાં આવશે. 

Leave a Response

error: Content is protected !!