વિકાસની વાત

જાણો કેવી રીતે શાંઘાઈ સહયોગ સંગઠન ભારત માટે મહત્વનું બની રહ્યું

169views

કિર્ગીસ્તાનનાં બીશ્કેકમાં યોજાયેલ બે દિવસીય SCO સંમેલન આજે પૂર્ણ થયું. SCO સંમેલનનાં સ્થાયી સભ્યપદ વાળા દેશો સાથે ભારત અને પાકિસ્તાને પણ ભાગ લીધો. SCO – SHANGHAI CO-OPRATTION ORGANISATION એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠન 2001 માં બન્યું હતું જેનું હેડ ક્વાર્ટર ચીનનાં બેઇજીંગમાં છે. SCO એક રાજનૈતિક અને સુરક્ષા સંગઠન છે. ચીન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તઝાકીસ્તાન અને કિર્ગીસ્તાન આના સ્થાયી સભ્યો છે. 2017માં ભારત અને પાકિસ્તાન SCO નાં સભ્ય દેશો બન્યાં. અને આ વર્ષે SCO આ માટે જ વધારે ચર્ચામાં રહ્યું છે. SCO સંગઠનનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે ખાનગી માહિતીની વહેંચણી કરવી અને મધ્ય એશિયામાં આતંકવાદ નાબુદી માટે અભિયાન ચલાવવું એ છે. આવામાં પાકિસ્તાન અને ભારત આ સંગઠનમાં જોડાતા ભારતને ફરી એક વાર આતંકવાદનાં પોષક પાકિસ્તાનને દુનિયા સામે ખુલ્લું પાડવાનો મોકો મળી ગયો. અને થયું પણ એવું જ. વડાપ્રધાન મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનાં મિત્ર ચીન સામે જ  પાકિસ્તાનની ઝાટકણી કાઢી આ ઉપરાંત અનેક રીતે ભારત માટે SCO મહત્વનું રહ્યું.

આતંકવાદ વિરૂદ્ધ પાકિસ્તાન ફરી એક વાર ખુલ્લું પડ્યું

SCO સંમેલનમાં આતંકવાદ મુદ્દે ભારતે વધુ એક વાર પાકિસ્તાનને અંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉઘાડું પાડ્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં SCO નાં તમામ દેશોએ એકજૂથ થવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેમનાં શ્રીલંકા પ્રવાસ સમયે ત્યાં બનેલી આતંકી ઘટનાથી એક વાતનો નિર્ધાર કરી લીધો કે નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદને ખતમ કરવો જરૂરી બની ગયો છે અને આ માટે આતંકવાદના સમર્થક  અને નાણાંકીય સહાય  પ્રદાન કરનારાં દેશોને જવાબદાર ગણાવવા જરૂરી છે.

આતંકવાદ વિરૂદ્ધનાં આંતરરાષ્ટ્રીય સંમેલનથી પાકિસ્તાન ઘેરાશે

SCO સંમેલન વડાપ્રધાન મોદીને એક એવું પ્લેટફોર્મ મળી ગયું જ્યાં પાકિસ્તાનની આંખમાં આંખ નાખીને આતંકવાદ માટે દુનિયા સામે તેને જવાબદાર ગણાવી દે. આતંકવાદ માટે પાકિસ્તાનને સમગ્ર વિશ્વ સામે એકલું પાડવા ભારતે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ માટે ભારત આતંકવાદ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે. આની જાહેરાત વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જ કરી.

વિદેશનીતિ માટે ભારતને મોટો અવસર મળ્યો

સાર્ક સંમેલન બાદ SCO ભારત માટે એક એવું મંચ બન્યું જ્યાં તે પાકિસ્તાનનાં મિત્ર દેશ સામે જ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ખુલ્લુ પાડે. ભારત અને ચીનની મુલાકાત બ્રિકસ સંમેલનમાં જ થાય છે. આથી બ્રિકસ બાદ SCO ભારત માટે મહત્વનું સંમેલન બની ગયું જ્યાં ભારત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનાં મિત્ર દેશ ચીનને જ સંભળાવે. ચીનનાં રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ આવી જ વાત કરી. આ ઉપરાંત આતંકવાદ મુદ્દે SCO નાં ચીન સહિતનાં દેશો ભારત સાથે સહમત થયાં એ જોતા

Leave a Response

error: Content is protected !!