રાજનીતિ

પ્રેરણાત્મક:રાજકોટના 78 વર્ષના વૃદ્ધાએ આધ્યાત્મિકતાના બળે આપી કોરોનાને માત

311views

રાજકોટમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 16 દર્દીએ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. 16 દર્દીઓમાં 78 વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇથી  લઇ હોટસ્પોટ જંગલેશ્વરના આગેવાન અને સમાજસેવક મુન્નાબાપુ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વિમલાબેનની રોગ પ્રતિકાક શક્તિ એટલી મજબૂત હતી કે તેઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી નહોતી. તેઓએ હોસ્પિટલમાં જ આધ્યામિક પુસ્તકો મંગાવી લીધા હતા અને રોજ વાંચન કરતા.તેઓનું કહેવું છે કે આધ્યામિક પુસ્તકોમાંથી મને સતત કોરોના સામે લડવાનું બળ થતું હતું.તો બીજા એક મુન્નાબાપુ નામક દર્દી પણ  સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રોજ કસરત કરતા હતા.

78 વૃદ્ધા અને તેના પુત્ર એક દિવસે સાજા થયા હતા અને સમાજ સેવર મુન્નાબાપુ સારવાર દરમિયાન આઇસોલેશન વોર્ડમાં જ કસરત કરતા હતા

અત્રે ઉલ્લખેનીય છે કે રાજકોટના અને ગુજરાતના પ્રથમ કોરોના દર્દી નદીમે પણ કોરોના પર વિજયી બન્યા છે. જ્યારે સાજા થઇને સૌથી નાની ઉંમરમાં કોરોનાને રિયાઝ (ઉ.વ.17) નામના તરૂણે પરાસ્ત કર્યો હતો. 16 દર્દીને ડિસ્ચાર્જ કર્યા તેની યાદી મનપાએ સત્તાવાર રીતે બહાર પાડેલી છે.

Leave a Response

error: Content is protected !!