રાજનીતિ

ઈન્ટાગ્રામમાં આવ્યું નવુ ફિચર, બનશે ટિકટોકની જેમ જ વિડીયો વાંચો કેવી રીતે કરશો ઉપયોગ

412views

થોડા દિવસ પહેલા જ ભારતમાં ટીકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર બેન લગાવવામાં આવ્યો છે. ત્યારે કેટલાક ટીકટોકના ચાહકો નિરાશ પણ થયા હતા. પરંતુ એ ચાહકોને હવે વધુ નિરાશ થવાની જરૂર નથી કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હવે તમે ટીકટોક જેવા જ વીડિયો બનાવી શકશો. ઇન્સ્ટાગ્રામમાં રીલ નામનું નવુ ફીચર રજૂ કરવામાં આવ્યું છે જેમાં તમે ટીકટોકની જેમ જ નાનો વીડિયો બનાવી શકો છો અને શેર પણ કરી શકો છો. આ નવા ફીચરમાં તમે 15 સેકન્ડ સુધીનો વીડિયો બનાવીને અપલોડ કરી શકો છો. આ ફીચર થકી તમે વીડિયો શૂટ કરી શકો છો, ફિલ્ટર્સ વાપરી શકો છો અને સંગીત પણ ઉમેરી શકો છો. આ પહેલા બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સમાં આ વીડિયો ફોર્મેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારત ચોથો દેશ છે જ્યાં વીડિયોના નવા ફોર્મેટનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નવા ફીચર રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ગીતોનો ભંડોળ મળી રહે તે માટે અગ્રણી મ્યુઝિક કંપની સાથે ભાગીદારી કરવામાં આવી છે.

નવા ફીચર રીલ્સનો ઉપયોગ કઇ રીતે કરવો?

બૂમરેંગ જેવા જ ઇન્સ્ટાગ્રામ કેમેરામાં આ વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.

વીડિયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ કેમેરો ખોલી તેમા 15 સેકંડનો વીડિયો બનાવવા માટે રીલ્સ પસંદ કરવાનું રહેશે, તેમાં ટીકટોક જેવા વિકલ્પો આવશે.

તમારે વીડિયોને રસપ્રદ બનાવવા માટે એઆર ઇફેક્ટ્સ નાખવી છે તો રીલ્સ કેમેરાનો પણ ઉપયોગ કરી શકો છે, જેમાં અનેક વિકલ્પો આવશે.

વીડિયો રેકોર્ડ કર્યા બાદ તમે જેની સાથે આ વીડિયો શેર કરવા માંગો છો તેનો પણ વિકલ્પ આવશે. સામાન્ય ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી લઇને દરેક જગ્યાએ વીડિયો શેર કરી શકો છો.

તમારા મૂળ અવાજ સાથે પણ તમે રીલ રેકોર્ડ કરી શકો છો જે તમે શેર કરશો ત્યારબાદ અન્ય લોકો પણ એ અવાજનો ઉપયોગ કરી શકશે. કોઇપણ ક્લિપને હેન્ડ-ફ્રી રેકોર્ડ કરવા માટે ટાઇમર સેટ કરી શકો છો. વીડિયોને ઝડપી અને સ્લો-મોશન ચલાવવા માટેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!