રાજનીતિ

ગુજરાતમાં વિશ્વ યોગ દિવસ ઉજવણીની જુઓ 15 ખાસ તસ્વીરો…

152views

આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશ્વભરમાં સમુહ યોગસાધનાનો અભ્યાસ થયો. ત્યારે ગુજરાતમાં યોગ ફોર હાર્ટ કેર થીમ પર સૌ કોઈ યોગાભ્યાસમાં જોડાયા. ચાલો તો જોઈએ કેટલીક ખાસ તસ્વીર

  1. રાજકોટ એકસાથે 2500 વિદ્યાર્થી સંતો દ્વારા યોગ

વિશ્વ યોગ દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટ ખાતે 2500 વિદ્યાર્થીઓ સંતો અને શિક્ષકમિત્રોએ યોગ કર્યા હતા.
રાજકોટ ગુરુકુળના યોગાચાર્ય પ.પૂ. શ્રી યોગદર્શન સ્વામીએ યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ કહ્યા હતા.

 

2.એક્વા યોગ 

વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે એકવા યોગનું આયોજન કરાયું હતું. જેમાં 853 મહિલાઓએ પાણીમાં યોગ કરી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. એક્વા યોગમાં 5 વર્ષથી લઇને 83 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો.

3. નાના ભૂલકાઓ દ્વારા ઈન્ડિયન ક્રિકેટ ટિમ ને સંદેશ

હાલ ક્રિકેટ વર્લ્ડ કપ  ચાલતો હોય આજ યોગ દિવસ નિમિત્તે દ્વારકા ની કિડઝી- ડીવાઇન સ્કૂલ, વરવાળા ના બાળકો દ્વારા સ્કૂલ ના મેદાન માં ‘હ્યુમન ચેઈન’ થી ‘વર્લ્ડકપ ની કૃતિ’ બનાવી ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપ જીતી લાવે અને વિશ્વ માં ભારત નું નામ રોશન કરે એવો સંદેશ આપ્યો હતો.

4.બાપુની વેશભુષામાં યોગ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અનોખી રીતે યોગ દિવસ ઉજવાયો. મહાત્મા મંદિર અને દાંડી કુટીર વચ્ચેના બ્રિજ ઉપર ગાંધીજીના પહેરવેશ સાથે યુવાનોએ યોગ કર્યો. મહાત્મા ગાંધીના વેશભૂષા સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરાઈ

 

5.મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ રાજ્યપાલ ઓ.પી. કોહલીની ઉપસ્થિતીમાં અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ  ખાતે સામુહિક યોગસાધના કરી.

6.નેતાઓ દ્વારા યોગ 

શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ અમદાવાદમાં યોગસાધના કરી.

જામનગરમાં સાંસદ પુનમબેન માડમએ સામુહિક યોગ અભ્યાસ કર્યો

7. ગુજરાત પોલીસ 

ગુજરાત પોલીસ દ્વારા યોગ દિવસની શુભકામના આપવામાં આવી અને સવારે  પોલીસગણએ સાથે મળીને યોગ સાધના કરી હતી.

8. અમદાવાદ પોલીસ   

અમદાવાદ પોલીસ દ્વારા એકસરખા ડ્રેસ કોડ સાથે યોગ કરવામાં આવ્યા. જેમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ સામેલ થઈ હતી.

9. સુરત સ્વામિનારાયણ ગુરુકુલ

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ એકત્ર થઈને માનવવ આકારરમાં વર્લ્ડ યોગ ડે લખ્યું હતુ.

10. અમદાવાદામાં મલખમ પર યોગા કરતા વિદ્યાર્થીઓ

       

11. સોમનાથ મંદિરમાં યોગ કરતા અદ્દભુત દ્રશ્ય સર્જાયુ 

 

 

12. દ્વારકાધીશ મંદિરના સાનિધ્યમાં પુજારી સહિત અનેક  લોકોએ કર્યા યોગ 

13. એરિયલ યોગ

યોગના વિવિધ પ્રકારોમાંથી એક એરિયલ યોગનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેની શરૂઆત એન્ટીગ્રેવીટી નામની બ્રાન્ડ દ્વારા વિશ્વભરમાં કરવામાં આવી છે. જોવામાં અઘરું લાગતું એવું એરિયલ યોગા હકીકતમાં ખૂબ જ સરળ છે. ત્યારે અમદાવાદમાં આ યુનિક પ્રકારના યોગા કરવામાં આવ્યા હતા.

14. સ્કેટિંગ યોગ 

અમદાવાદ અને અરવલ્લીમાં બાળાઓ દ્વારા સ્કેટિંગ યોગ કરવામાં આવ્યા.

 

15.  વડોદરામાં બુરખામાં યોગ 

 

Leave a Response

error: Content is protected !!