રાજનીતિ

પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા, સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો

102views

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર કોર્ટે કલમ 302 હેઠળ બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસકર્મીઓ આરોપીઓ હતા. રોજેરોજ કેસ ચલાવી ર૦ જૂન સુધીમાં કેસ પુરો કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી જામનગર કોર્ટે આજે આ ચુકાદો સંભળાવ્યો હતો.

આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 2 PSI અને 4 કોન્સ્ટેબલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તત્કાલીન બે પીએસઆઈ એવા શૈલેષ પંડ્યા અને દીપક શાહને બે વર્ષની સજા આપી છે અને જામીન મંજૂર કર્યા છે. તેમજ ત્રણ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજા,અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજાને બે-બે વર્ષની સજા ફટકારી છે. જ્યારે પ્રવીણસિંહ ઝાલાને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

32 સાક્ષી તપાસ્યા અને 5000 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી

આ કેસની તપાસ દરમિયાન 32 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને 1000 જેટલા દસ્તાવેજી પુરાવા રિફર કર્યા હતા. જ્યારે 5 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

સંજીવ ભટ્ટ જ્યારે જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા ત્યારે અડવાણીની રથયાત્રા દરમિયાન કોમી રમખાણો પર કાબૂ મેળવવા 30 ઓક્ટોબર 1990ના રોજ જામખંભાળિયામાંથી 133 લોકોની અટકાયત કરી હતી. જેમાં પ્રભુદાસ વૈષ્નાની નામના એક વ્યક્તિ પણ સામેલ હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રભુદાસ વૈષ્નાનીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ મૃતકના ભાઈએ સંજીવ ભટ્ટ અને બીજા 6 પોલીસ કર્મીઓ સામે તેમના ભાઈને ટોર્ચર કરવાનો આરોપ મુકી પોલીસ ફરિયાદ કરી હતી.

પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, આ કેસ ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ મેટર પહોંચી હતી. અંતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 20 જૂન પહેલા આ કેસનો ચુકાદો જાહેર કરી દેવામાં આવે. તે બાબતને ધ્યાને લઈ જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 1998ના પાલનપુરના નાર્કોટિક્સ કેસમાં સીઆઈડી ક્રાઈમે સપ્ટેમ્બર, 2018ના રોજ તેમની સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે જામનગર કોર્ટના ચુકાદા બાદ સંજીવ ભટ્ટનું જેલમાંથી બહાર આવવું મુશ્કેલ છે.

આઈઆઈટી મુંબઈથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ 1998માં તેઓ પોલીસ સર્વિસમાં આવ્યા હતા, અને તેમના ફાળે ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી. રાજ્યની જાસૂસી એજન્સીમાં નાયબ કમિશનરના પોસ્ટથી લઈને તેમને ગુજરાતમાં અનેક મહત્ત્વના હોદ્દા ફાળવાયા હતા. પણ, 2002 બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. 2002ના વર્ષમાં ગુજરાતમાં રમખાણો થયા હતા. સૌથી પહેલા ચર્ચામાં તેઓ ત્યારે આવ્યા, જ્યારે 2011માં તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે 2001માં તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું.

Leave a Response

error: Content is protected !!