વિકાસની વાત

પોલીસ-પ્રજા વચ્ચેના રોષના કારણ જાણવા IPS વિપુલ અગ્રવાલ કોફી વીથ વિપુલ કાર્યક્રમ કરશે શરૂ

125views

તમે જોયું તો હશે કે, સામાન્ય રીતે ટીવી શોમાં સેલિબ્રિટી કોફી પીને અલગ અલગ વાતો કરે છે. આ કાર્યક્રમને લોકપ્રિયતાને કારણે લોકો પણ તેનાથી પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસ અને સામન્ય જનતા વચ્ચે અંતર વધી રહ્યુ છે. આ અંતર ઘટાડવા પોલીસે સુરક્ષા સેતુ જેવા અનેક કાર્યક્રમો કર્યાં હોવાછતાં ધાર્યું પરિણામ મળતું નથી. જેને પગલે હવે અમદાવાદ પોલીસના એડમિન અને જોઈન્ટ પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે લોકોનો પોલીસ સામે કયા કારણસર રોષ કે ગુસ્સો છે તે જાણવા કોફી વીથ વિપુલ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ડો.વિપુલ અગ્રવાલે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી છે.

ડો. વિપુલ અગ્રવાલે આજે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર #CoffeeWithVipul ના હેશટેગથી ટ્વિટ કરી તમે મારા મહેમાન બનવા ઈચ્છો છો. શું તમે મને તમારી સાથે કોફી પીવાની તક આપશો?. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ પોલીસ અને નાગરિકની રોજિંદી સમસ્યાઓ અને પોલીસ-પ્રજા વચ્ચેના અંતરના કારણો જાણવાનો છે. જેમાં પોલીસ અને પ્રજા વચ્ચેનુ અંતર ઘટાડવા માટે તેમજ એક પારદર્શિતા લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ દર 15 દિવસે યોજવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!