જાણવા જેવુ

પઠાણ પરિવારમાં બ્રાહ્મણ પેદા થયો: બાળપણથી જ શુદ્ધ શાકાહારી અને પ્રેમિકા માટે હિંદુ બનવા પણ તૈયાર

555views
  • ઈરફાન ખાનના પરિવારજનો અને તેના પિતા તેમને બ્રાહ્મણ કહીને સંબોધતા 
  • ઈરફાન ક્યારેય માસ-મટન અડતા નહિ 
  • બાળપણથી જ તે શાકહારી હતા

બહુમુખી પ્રતિભા ઇરફાન લોકોથી થોડા હટકે રહીને જીવનારા લોકોમાં શામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે પઠાણ પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં શુદ્ધ શાકાહારી છે.ઇરફાનનું પૂરું નામ સાહબઝાદે ઇરફાન અલી ખાન છે. તેનો જન્મ પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જાગીરદાર ખાન હતું. તેઓ ટાયરનો વેપાર કરતા હતા. પઠાણ મુસ્લિમ કુટુંબમાં જન્મ્યા પછી પણ ઇરફાને ક્યારેય મીટ કે માંસ ખાધું ન હતું અને નાનપણથી જ શાકાહારી હતા. આથી જ તેના પિતા ઇરફાનને મજાકમાં કહેતા કે પઠાણ પરિવારમાં બ્રાહ્મણનો જન્મ થયો છે.

ઇરફાનના પિતા તેને શિકાર પર લઇ જતાં હતા. જંગલનું વાતાવરણ પણ તેને રોમાંચિત કરતું હતું, પરંતુ નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો ત્યારે તેને ક્યારેય ગમતું નહીં. ઇરફાન એવું વિચારતાં કે આ પ્રાણીઓ સાથે જોડાયેલ પરિવારોનું શું થશે? રાઇફલ કેવી રીતે ચલાવવી તે જાતે ઇરફાન જાણે છે પણ પોતે ક્યારેય પ્રાણીઓનો શિકાર કરતા નહોતા.

ઉલ્લેખનીય છે કે, એનએસડીમાં ઇરફાનના એડમિશન બાદ તરત જ તેના પિતાનું અવસાન થયું હતું અને ઘરમાંથી મળેલા પૈસા બંધ થઈ ગયા હતા. તેમણે એનએસડીની ફેલોશિપ દ્વારા પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. તે મુશ્કેલ સમયમાં ઇરફાનના ક્લાસમેટ સુતાપા સિકંદરે તેનો સાથ આપ્યો. 23 ફેબ્રુઆરી 1995ના રોજ બંનેના લગ્ન થયા. ઇરફાને પીકુ, લાઇફ ઓફ પાઇ, ધ નેમસેક, સ્લમડોગ મિલિયોનેર, પાનસિંહ તોમર જેવી અનેક ફિલ્મ બોલિવૂડને આપી છે.

 

દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દરમિયાન ઇરફાન અને તેની પત્ની સુતાપાની લવ સ્ટોરી શરૂ થઈ. એવું કહેવામાં આવે છે કે, તે સુતાપા સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવવા પણ તૈયાર હતો.

અભિનયની શીખતાં શીખતાં તેને ખબર જ ન રહી કે તેણે ક્યારે પોતાનું દિલ આસામની સુતાપા સિકદરને આપી દીધું. તે સમયમાં લોકો લિવ-ઇન રિલેશનશિપ વિશે પણ વાત કરતા નહોતા. લગ્ન વિના સાથે રહેતા ઇરફાન અને સુતાપાએ એક રૂમનું ઘર છોડીને બે રૂમનું ઘર લેવાનું નક્કી કર્યું. પણ તેઓ નવું મકાન લેવા જાય તો ત્યાં તેઓને પૂછવામાં આવે કે- તમે પરિણીત છો? બીજા કોઈને ઘર પણ મળતું નહીં. આ પછી બંનેએ 1996માં લગ્ન કરવાનું નક્કી કર્યું.

ઇરફાને સુતાપાને કહ્યું કે, જો તારા પરિવારની ઇચ્છા હોય તો હું હિન્દુ ધર્મ અપનાવવા પણ તૈયાર છું. પરંતુ તેની જરૂર ન પડી. સુતાપાના પરિવારે તેમને અપનાવી લીધો. ઇરફાને એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેની પત્ની તેના કામ પર પુરી રીતે સાર સંભાળ રાખે છે. જો સુતાપા ન હોત તો મારી પાસે ન તો હોલિવૂડનું કામ હતું કે ન મારું પોતાનું ઘર હોત.

સુતાપાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્ક્રીન પર ગંભીર દેખાતા અને પોતાની નોકરીથી કામ કરતા ઇરફાન રિયલ લાઈફમાં ખૂબ જ રમૂજી છે. તે તેના બંને પુત્રો અયાન અને બાબિલ માટે ‘વિશ્વના શ્રેષ્ઠ પિતા’ પણ છે. તે તેના બાળકોની વિચારસરણીને સમજે છે અને તેમના ઉછેર માટે ખાસ ધ્યાન આપે છે. ઇરફાન કહે છે કે-જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું, ત્યારે સુતાપાએ ઘર ચલાવ્યું હતું. હું જે પણ છું સુતાપાને કારણે જ છું.”

Leave a Response

error: Content is protected !!