Corona Update

ઈઝરાયલે કર્યો દાવો કોરોના વાઈરસની રસી બનાવી લીધી છે, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે

4.03Kviews
  • ઈઝરાયલ અને નેધરલેન્ડે વાઈરસની એન્ટિ બોડી બનાવાનો દાવો કર્યો 
  • ઇઝરાયલના રક્ષા મંત્રી  બેન્નેટે આપ્યુ જાહેર નિવેદન 
  • વાઈરસની એન્ટિ બોડી પર આંતરરાષ્ટ્રીય સ્તરે જલ્દી જ પરિક્ષણ થશે 

હવે તેની પેટન્ટ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, થોડા જ દિવસોમાં આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓ સાથે તેનું કોમર્શિયલ સ્તરે ઉત્પાદન કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવશે

ઇઝરાયલે કોરોના વાયરસની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી  નફતાલી બેન્નેટે સોમવારે જણાવ્યું કે ડિફેન્સ બાયોલોજીકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. બેન્નેટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટીટ્યૂટે કનિદૈ લાકિઅ કોરોના  વાયરસની એન્ડીબાડી તૈયાર કરી છે. ઇઝરાયલનો દાવો છે કે વેકસીન બનાવી લેવામાં આવી છે અને પેટન્ટ અને ઉત્પાદનનું કામ ચાલી કનિદૈ લાકિઅ રહ્યું છે.

ટાઇમ્સ ઓફ ઇઝરાયલમાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોનાની રસી બનાવ્યાનો  દાવો કરનારી ઇઝરાયલ ઇન્સ્ટીટ્યૂટ ફોર બોયોલોજિકલ રિસર્ચ કનિદૈ લાકિઅ નામની આ સંસ્થા ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ કાર્યાલય અંતર્ગત ખૂબ જ ખાનગી રીતે કામ કરે છે. બેન્નેટે રવિવારે ઇન્સ્ટૂટ્યૂટ ઓફ કનિદૈ લાકિઅ બાયોલોજિકલ રિસર્ચની મુલકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી.

રક્ષા મંત્રીના જણાવ્યા પ્રમાણે આ એન્ટીબોડી મોનોકલોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે  છે, તેમજ સંક્રમિત લોકોના શરીરમાં જ કોરોનાનો ખાત્મો બોલાવે છે. ઇઝરાયલના રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વેકસીન  બનાવી લેવામાં આવી છે. હવે તેની પેટન્ટ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા જ દિવસોમાં આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓ સાથે તેનું કોમર્શિયલ સ્તરે  ઉત્પાદન કરવા માટે વાતચીત શરૂ કરવામાં આવશે. બેન્નેટે કહ્યું કે, આ શાનદાર સફળતા બદલ મને સંસ્થાના સ્ટાફ પર ગર્વ છે

Leave a Response

error: Content is protected !!