વિકાસની વાત

ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવુ શુભ મનાઈ છે.. જાણો કઈ દિશામાં રાખવાથી મળશે લાભ

318views

વાસ્તુમાં ઘરમાં રાખવામાં આવેલી બધી જ વસ્તુઓ માટે શુભ-અશુભ દિશા જણાવવામાં આવી છે. જો કોઇ વસ્તુ ખોટી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં નેગેટિવિટી વધે છે. ઘરમાં પોઝિટિવ ઊર્જા વધારવા માટે એક્વેરિયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. કોલકત્તાની વાસ્તુ નિષ્ણાંત ડો. દીક્ષા રાઠી પ્રમાણે એક્વેરિયમ બાબતે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરના અનેક વાસ્તુદોષ દૂર થઇ શકે છે.

એક્વેરિયમ માટે શુભ દિશાઃ-
ફિશ એક્વેરિયમને ઘરની પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઇએ. આ દિશાઓમાં એક્વેરિયમ રાખવાથી પોઝિટિવ એનર્જી વધે છે. ક્યારેય રસોડામાં એક્વેરિયમ રાખવું નહીં. રસોડામાં ફાયર એનર્જી હોય છે અને એક્વેરિયમ વોટર એનર્જીનું પ્રતીક છે. આગ અને પાણીને એકસાથે રાખવા જોઇએ નહીં.

એક્વેરિયમની દેખરેખઃ-
એક્વેરિયમની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જો એક્વેરિયમનું પાણી વધારે જૂનું થઇ જાય તો તેનાથી નેગેટિવ એનર્જી વધવા લાગે છે, એટલે એક્વેરિયમનું પાણી પણ બદલતાં રહેવું જોઇએ. તેની સફાઈ પણ કરતાં રહેવું જોઇએ.

એક્વેરિયમમાં કેવી માછલીઓ રાખવીઃ-
એક્વેરિયમમાં માછલીઓની સંખ્યા ઓછામાં ઓછી નવ હોવી જોઇએ. તેમાંથી 8 માછલી લાલ અને સોનેરી રંગની અને 1 માછલી કાળા રંગની હોય તો વધારે સારું રહેશે. કાળા રંગની માછલી સુરક્ષાનું પ્રતીક છે અને તે ખરાબ એનર્જીથી ઘરની રક્ષા કરે છે. જો કોઇ માછલી મૃત્યુ પામે તો તરત બહાર કાઢી લેવી અને નદી કે તળાવમાં પ્રવાહિત કરી દેવી જોઇએ. ધ્યાન રાખો કે, જે રંગની માછલી મૃત્યુ પામી હોય, તે રંગની નવી માછલી લાવીને એક્વેરિયમમાં ફરી રાખો.

Leave a Response

error: Content is protected !!