જાણવા જેવુ

એલર્ટ : ભાડુઆત કે કોઈને નોકરી પર રાખતા પહેલા આધાર કાર્ડ વેરિફાઈ કરવું જરૂરી, ગાઈડલાઈન જાહેર

553views
  • તેની પ્રોસેસ બહુ સરળ છે અને તેના માટે તમારી પાસેથી કોઈ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે
  • કોઈ પણ વ્યક્તિ નકલી આધાર કાર્ડ બનાવી શકે છે તો સાવચેતી એ જ સમજદાકી છે.

જો તમે તમારા મકાનમાં કોઈને ભાડુઆત અથવા નોકરી તરીકે રાખ્યા તો તેનો આધાર નંબર ચકાસવા બહુ જરૂરી છે. તેના આધારથી જાણવા મળશે કે તે કોઈ ફેક વ્યક્તિ તો નથી ને કારણ કે, કોઈ વ્યક્તિ કાગળમાંથી ફેક આધાર તો બનાવી શકે છે પરંતુ UIDAIની સાઇટ પર તેની સાચી માહિતી મળી જાય છે.

આધાર વેરિફિકેશનની પ્રોસેસ

  • સૌપ્રથમ www.uidai.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ‘My Aadhaar’ સેગમેન્ટમાં આધાર સર્વિસ સેક્શનમાં વેરિફાય આધાર પર ક્લિક કરો.
  • હવે ખૂલેલા નવા પેજ પર તમારો આધાર નંબર અને ત્યાં રહેલો સિક્યોરિટી કોડ નાખીને વેરિફાય પર ક્લિક કરો.
  • ત્યારબાદ જો તમારા દ્વારા નાખવામાં આવેલો 12 ડિજિટવાળો નંબર આધાર નંબર જ હશે અને ડિએક્ટિવેટ નહીં થયો હોય તો તમારા આધાર નંબર એક્ટિવ અને ઓપરેશનલ હોવાનું સ્ટેટસ વેબસાઇટ પર જોવા મળશે. આ સાથે જ વેરિફિકેશન પૂરું થયાનો મેસેજ પણ આવશે.

mAadhar એપ પરથી પણ વેરિફિકેશન કરી શકાશે

  • આધાર કાર્ડમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ હોય છે, જેનો ઉપયોગ વેરિફિકેશન માટે કરવામાં આવી શકે છે.
  • આના માટે મોબાઇલ એપ mAadhaarમાં “QR કોડ સ્કેનર” ખોલો અને QR કોડ સ્કેન કરો.
  • ત્યારબાદ આધાર કાર્ડધારકની જાણકારી સ્ક્રીન પર દેખાશે.

Leave a Response

error: Content is protected !!