વિકાસની વાત

જાણો ક્યાં એરપોર્ટ પર માત્ર પાંચ સેકંડમાં થશે સિક્યુરિટી ચેકીંગ???

109views

અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પેસેન્જરના ચેકીંગ માટે CISF સિક્યુરિટી એરિયામાં મેટલ ડિટેક્ટરના બદલે બોડી સ્કેનર મશીન મુક્યા બાદ પેસેન્જરોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડશે નહીં. પહેલા એક પેસેન્જરને તપાસવા માટે 18 સેકન્ડ જેટલો સમય લાગતો જે હવે મશીન મુકવાથી 5 સેકન્ડ થઈ જશે. રાત્રીના સમયે પેસેન્જરને CISF સિક્યુરિટી એરિયામાં લાંબો સમય ઉભા રહેવું નહીં પડે.

હાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFની સિક્યુરિટી ચેકીંગમાં મોબાઈલ, પાકીટ, લેડીઝ પર્સ કે અન્ય કોઈ વસ્તુઓ કાઢી નાખવી પડે છે. ત્યારબાદ પેસેન્જરનું ફિઝિકલ બોડી ટચ કરીને ચેકીંગ થાય છે પણ હવે 5 એરપોર્ટ પર બોડી સ્કેનર મશીન મુકવાનું નક્કી કર્યું છે. આ નવા મશીનમાં ચેકીંગ ટાઈમએ પર્સ કે અન્ય વસ્તુ નહીં કાઢવી પડે.

સ્કેનરમાં પેસેન્જર આવી જાય પછી તેની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ હશે તો સ્કેનર સાથે લિંક થઈ જશે અને કમ્પ્યુટરમાં તેની ઇમેજ સ્પષ્ટ દેખાશે. મેટલ કે નોન મેટલ વસ્તુ હશે તો પણ પકડાઈ જશે. જ્યારે વિલ ચેર પેસેન્જરોને મેટલ ડિટેક્ટરથી ચેકીંગ કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!