રાજનીતિ

ઓવૈસીએ શપથ લેતા જ ‘જય શ્રીરામ’ અને ‘વંદે માતરમ’ના નારાથી સંસદ ગૂંજી ઉઠ્યું

99views

17મી લોકસભાના બીજા દિવસે મંગળવારે AIMIM પાર્ટીમાંથી સાંસદ તરીકે પસંદ થયેલા અસદુદ્દીન ઓવૈસી એ આજે સાંસદ પદના શપથ લીધા. ઓવૈસી શપથ ગ્રહણ માટે જ્યારે પોતાની સીટ પરથી ઉભા થયા તો ભાજપના અમુક સાંસદોએ જયશ્રી રામ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ભાજપના સભ્યોને જય શ્રીરામના નારા લગાવતા જોઈ ઓવૈસીએ હાથથી ઈશારો કરીને વધુ મોટેથી નારેબાજી કરવા કહ્યું હતું. શપથ પૂરા થયા પછી પણ ઔવેસીએ જય ભીમ, જય ભીમ અને અલ્લાહ-હુ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

તેમજ શપથ દરમિયાન જય શ્રીરામ અને વંદે માતરમના નારા લાગ્યા પછી ઓવૈસીએ કહ્યું કે, સારું છે કે મને જોઈએ આ લોકોને બધુ યાદ આવે છે. અપેક્ષા છે કે, બંધારણ અને મુઝફ્ફરપુરમાં બાળકોના મોતને પણ યાદ રાખશે.

તમને જણાવી દઈએ કે, હૈદરાબાદથી ચોથી વખત સાંસદ તરીકે પસંદ કરવામાં આવેલા ઓવૈસી હૈદરાબાદથી ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે ઉર્દુમાં શપથ લીધા હતા. શપથ પછી તેમણે જય ભીમ, અલ્લા-હૂ-અકબર અને જય હિન્દના નારા લગાવ્યા હતા. તમને જણાવી દઇએ કે ઓવૈસી મોદી સરકાર અને આરએસએસ પર પ્રહારો કરવા માટે જાણીતા છે.

તેમજ આ વખતે શપથ ગ્રહણમાં દેખાયો અલગ અંદાજમાં દેખાયા. ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શપથ ગ્રહણ બાદ જ્યાં ભારત માતા કી જયના નારા લગાવ્યા તો ભગવંત માને ઇંકલાબ જિંદાબાદના નારા લગાવ્યા. કેન્દ્રીય મંત્રી અને સર્જન ડૉકટર હર્ષવર્ધને સંસ્કૃતમાં શપથ લીધા તો કેરળથી કોંગ્રેસ સાંસદે હિન્દીમાં શપથ લઇને સૌને ચોંકાવી દીધા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા.

Leave a Response

error: Content is protected !!