Corona Update

ભાગેડુ મૌલાના સાદ છત્તા થયા, 166 જમાતીઓએ જ પોલી ખોલી, હવે મૌલાનાની ખેર નથી મળી ગયા પાક્કા સબુત

1.52Kviews

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મૌલાનાં સાદનાં દીકરા અને સંબંધીઓ સહિત કુલ 166 જમાતીઓની પુછપરછ કરી ચુકી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મોટાભાગનાં જમાતીઓએ ક્રાઇમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં માન્યું કે 20 માર્ચ બાદ મરકઝમાં રોકાવા માટે મૌલાના સાદને કહ્યું હતુ. મોટાભાગનાં જમાતીઓએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતુ કે તેઓ ખુદ મરકઝથી નીકળવા ઇચ્છતા હતા, પરંતુ મૌલાના સાદે તેમને આવું કરવાની ના કહી દીધી હતી.

જેવો રિપોર્ટ નેગેટિવ કરાવે તેવો જ મૌલાનાને દબોચશે ક્રાઇમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મૌલાના સાદ જાણી જોઇને પોતાનો કોવિડ-19 ટેસ્ટ સરકારી હૉસ્પિટલથી કરાવવા નથી ઇચ્છતા, કેમકે તે જાણે છે કે જેવો સરકારી હૉસ્પિટલમાં કરાવેલો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે તો ક્રાઇમ બ્રાન્ચ તેમની પુછપરછ માટે બોલાવી શકે છે.

મૌલાના સાદને એ વાતની જાણકારી છે કે જ્યાં સુધી તે પોતાની કોરોના નેગેટિવવાળી રિપોર્ટ નહીં આપે ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચ મેડિકલ પ્રોટોકોલ અંતર્ગત ઇચ્છીને પણ પુછપરછ માટે નહીં બોલાવી શકે. આ વાતનો ફાયદો મૌલાના ઉઠાવી રહ્યો છે અને પોતાના વકીલો દ્વારા મીડિયાનાં એક વર્ગમાં જૂઠા સમાચાર છપાવીને સબૂત ભેગા કરી રહ્યો છે, જેથી સમાચારનાં કટિંગ અદાલતમાં રજૂ કરીને પોતાનો પક્ષ મજબૂત કરી શકે.

 700 વિદેશી જમાતીઓનાં પાસપોર્ટ કેન્સલ કરવા ગૃહ મંત્રાલયને ક્રાઇમ બ્રાન્ચે કહ્યું

ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોનાં પ્રમાણે તેમની પાસે ઘણા બધા પુરાવા છે જેનાથી એ જાણવા મળે છે કે નિઝામુદ્દીનનાં મરકઝમાં લોકોને પોલીસ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જાણી જોઇને રોકવામાં આવ્યા હતા, જેને સાબિત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે 166 જમાતીઓનાં નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે 700 વિદેશી જમાતીઓનાં પાસપોર્ટ કેન્સલ કરવા માટે પણ ગૃહ મંત્રાલયને લખ્યું છે.

સૌજન્ય – ઝી ન્યુઝ

Leave a Response

error: Content is protected !!