રાજનીતિ

જન આક્રોશ: ‘માફી માંગે રાહુલ’, રાફેલ નિવેદન પર ફસાયા રાહુલ

126views

રાફેલ સોદા મામલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. રાફેલ મુદ્દે દેશમાં જુઠ્ઠાણા ફેલાવા બાબતે બદલ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે તેવી ભાજપ દ્વારા માગ કરવામાં આવી જેને અંતર્ગત આજ રોજ સમગ્ર ગુજરાતમાં જીલ્લા સ્તરે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા‘રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે’ – વિરોધાત્મક ધરણાના કાર્યક્રમમાં સવારે 9 થી 11, ઘોઘાગેટ ચોક, ભાવનગર ખાતે ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો જેમાં વિવિધ સુત્રોચ્ચાર તેમજ ‘રાહુલ ગાંધી દેશની માફી માંગે’ના નારા સાથે પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમો કરવામાં આવ્યો હતો.

 

ઉલ્લેખયનીય છે કે રાફેલ સોદા મામલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. જે સાબિત કરે છે કે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનઘડત છે. ડિસેમ્બર 2018 બાદ ફરી એકવાર 14 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસને ફટકાર લગાવી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

Leave a Response

error: Content is protected !!