વિકાસની વાત

જાણીને ચોંકી જશો : કારમાંથી એવું શું મળી આવ્યું???

82views

અમદાવાદમાથી માંસનો મોટો જથ્થો ઝડપાયો. શહેરના એરપોર્ટ નજીક ઇન્દિરા બ્રિજ પાસેથી આશરે 210 કિલો માંસનો મોટો જથ્થો ઝડપાયો હતો.ગૌ સંવર્ધન ટ્રસ્ટનાં પ્રદેશ પ્રમુખ ચંદ્રેશ જોશી અને તેમનાં સાથી લવજીભાઈ શહેરના ઇન્દિરા બ્રિજ પર ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થતી સિલ્વર કલરની સેન્ટરો કાર પર શંકા જતા કારને રોકવાના પ્રયત્નો કર્યા હતાં પરંતું કાર ચાલકે ગાડી ઊભી ન રાખતાં કારનો પીછો કાર્યો હતો. તેમજ શંકાનાં પગલે પોલીસને જાણ કરી હતી. જહેમત બાદ કાર ઊભી રાખાવી હતી અને એરપોર્ટ પોલીસ દ્વારા કારની તપાસ કરતા કારમાંથી 5 કોથળા માંસ ઝડપાયું હતું. એરપોર્ટ પોલીસે FSL બોલાવી માંસની તપાસ કરાવી હતી જેમા જાણવા મળ્યું હતુ કે 210 કિલો માંસનો જથ્થો છે આ માંસનાં કોથળાઓ મિરઝાપૂર લઇ જવામાં આવી રહ્યાં હતાં. સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવર આસિફ ઇમ્તિયાઝ કુરેશીની અટકાયત કરી હતી. જ્યારે બીજો આરોપી આસિફ શેખ નાશી જતા પોલીસે તપાસ હાથ ધારી છે.

Leave a Response

error: Content is protected !!