વિકાસની વાત

જાણો શાળાને શા માટે અપાયું ગ્રીન શાળા નામ??

114views

અરવલ્લીની ગિરીકંદરાના ભિલોડા તાલુકો વનઆચ્છાદિત પ્રદેશ છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હરયાળૂ અરવલ્લીમાંથી વનઆચ્છાદિત પ્રદેશ ઓછો થઈ રહ્યો છે.આ જિલ્લામાં 1966માં સિલાદ્રિ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. શરૂઆતમા આ શાળા નાની હતી અને તેમાં માંડ 4 થી 5 વૃક્ષઓ હતા.જ્યારે આજે આ શાળા ગ્રીન શાળામાં પરિણમી છે. શાળાનાં શિક્ષકોની સૂઝબૂઝથી શાળામાં વૃક્ષારોપણ શરુ કરવામાં આવ્યુ હતુ. આ શાળામાં શિક્ષકો દ્વારા માત્ર પુસતકયૂ જ્ઞાન આપવામા નથી આવતું પરંતું આ શાળામા બાળકોને પર્યાવરણનાં જતન અને સ્વચ્છતાનાં પાઠ પણ શીખવાડવામાં આવે છે. જેનાં કારણે ફરી આ પ્રદેશ હરિયાળો બન્યો છે.

જેમાં ઔષધિબાગ, કિચનગાર્ડન સહિતના અલગ અલગ ભાગમાં વહેચવામાં આવ્યા છે. વિધાર્થીઓને વૃક્ષ ઉછેરની જવાબદારી સોંપવમાં આવે છે. આજે સિલાદ્રીની શાળામાં લીમડા-અરડૂસા સહિતના ૭૦ મોટા વુક્ષ, આમળા,બદામ અને પપૈયા સહિતના ૯ ફળાઉ વૃક્ષ, ગુલાબ, મોગરો સહિત વિવિધ પ્રકારના ૩૭૦થી વધુ ફૂલછોડ, તુલસી,અરડુસી અને ફૂદીના સહિતના ૫૪ ઔષધિવુક્ષ અને પાંચ પ્રકારના વેલોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તો વળી કિચન ગાર્ડનમાં રીંગણ, સરગવો, મેથી, પાલક સહિતના શાકભાજીનો ઉછેર કરવામાં આવે છે. પર્યાવરણનું રક્ષણ કરતા બાળસેના સાથે ગામલોકોનો સહયોગ આજે રંગ લાવ્યો છે. અને સિલાદ્રીની ગ્રીન શાળા બની છે. ધન્ય છે આ બાળકોની કોઠાસૂઝને જેમને વૃક્ષને પોતીકુ ગણી ઉછેરની જવાબદારી ઉઠાવી છે.

Leave a Response

error: Content is protected !!