Corona Update

સુરતમાં કોરોના કાબુમાં લાવવના મુડમાં જયંતિ રવિ, ગ્રાઉન્ડ લેવલે સતત બેઠકો કરી ધડાધડ નિર્ણય

1.62Kviews

શહેરમાં છેલ્લા અઠવાડીયાથી કોરોનાના કેસમાં ભારે વધારો નોંધાયો છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરતમાં ધામા નાખ્યા છે. પાલિકા કમિશનર અને ઓરોગ્ય સચિવે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ સહિતની સુવિધાઓની મુલાકાત લીધી હતી. બાદમાં ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.

  • સુરતમાં ત્રણ ઝોનમાં પાનના ગલ્લા બંધ કરાયા છે.
  • ખાનગી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરાય છે.
  • સુરતમાં સ્ટ્રીક્ટલી કન્ટેન્ટમેન્ટ કરવામાં આવ્યુ છે., તેમણે પાલિકાની કામગીરીથી પ્રભાવીત થઈ નાના કર્મીથી લઈ કમિશનરને અભિનંદન પણ પાઠવ્યા હતાં અને સુરતમાં હોમ આઈસોલેશનમાં 350 લોકો જોડાઈ ગયાં છે તેમ કહ્યું હતું.
  • રાજ્યના આરોગ્ય સચિવે પાલિાક ખાતે કહ્યું હતું કે, મેડિકલ, પેરા મેડિકલ અને પીજી માટેની પરિક્ષાઓ અત્યારે થોડા સમય માટે પોસ્ટપોન કરાઈ છે સેન્ટ્રલ ઓપરેટીંગ સિસ્ટમ કેન્દ્ર દ્વારા ડેવલપ કરાઈ રહી છે તેથી અઠવાડિયા દસ દિવસમાં એસઓપી આપી દેવામાં આવશે.
  • પાલિકા સરકારી તંત્ર તો કામગીરી કરે જ છે પરંતુ આમાં જન આંદોલનનો પણ ભાગ હોવો જોઈએ તો જ સફળતા સાંપડી શકે, તે માટે તમામ ઝોન સાથે વિડિયો કોન્ફરન્સીંગ કરાશે.
  • હાલ 30 થી 40 એનજીઓ સંસ્થાનો સહયોગ મળશે તેમજ જુદા જુદા પ્રાંતના એનજીઓ પણ આગળ આવ્યાં છે ને વધુ 50 થી 60 એનજીઓએ જોડાવા તૈયારી દર્શાવી છે
  • પાલિકા-ગવર્મેન્ટના 5 હજાર અને એનજીઓના 5 હજાર મળી 10 હજાર સ્ટાફ સાથે મળી પ્રચાર પ્રસાર કરાશે. ડોર ટુ ડોર સરવે, ઘનવંતરી રથ અને 104ની સુવિધાનો લોકોને ઉપયોગ કરવા આરોગ્ય સચિવ જયંતિ રવિએ અપીલ કરી છે.

Leave a Response

error: Content is protected !!