Corona Update

સૌરાષ્ટ્રમાં કોરોના કાબુમાં લેવા જયંતિ રવિએ લીધા ત્રણ મોટા નિર્ણય, તાત્કાલિક અમલવારી કરાવાના આદેશ

726views

આરોગ્ય સચિવ જયંતિ રવિ હાલ એક્શન મોડમાં છે. ગુજરાતમાં ફેલાયેલા સંક્રમણને તાત્કાલિક ધોરણે કાબુમાં લાવવા દરરોજ બેઠકોનો દોર કરી રહ્યા છે. પહેલા સુરત અને હવે સૌરાષ્ટ્રમાં જયંતિ રવિએ દશા સુચન કર્યા છે.

  • સિવિલ હોસ્પિટલમાં દરેક ફલોર ઉપર એક – એક ઈન્ચાર્જ મૂકવા આદેશ
  • આગામી એક થી બે દિવસમાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં એન્ટીજન (રેપીડ ટેસ્ટ) શરૂ કરવામાં આવશે.
  • આ ટેસ્ટ કરવાથી ૩૦ મિનિટમાં રીઝલ્ટ આવી જતુ હોય છે. દરેક જીલ્લાને બે થી અઢી હજારનો જથ્થો આપવામાં આવશે.
  • ‘ઈતિહાસ’ નામનો સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેરમાં કોરોનાના કેસોની હિસ્ટ્રી રાખવામાં આવે છે જે વિસ્તારોમાં કેસો વધુ હોય એ વિસ્તારોની યાદી બનાવી એ વિસ્તાર અને અધિકારીઓને સોંપવામાં આવશે.

રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગઈકાલ સાંજથી રાજકોટમાં છે. કોરોનાને કાબુમાં લાવવા રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

જયંતિ રવિએ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિત ટોચના અધિકારીઓ સાથે યોજેલ મીટીંગ કરી હતી

ટોચના સૂત્રોએ જણાવેલ કે સિવિલ હોસ્પિટલમાં હવેથી દરેક ફલોર ઉપર એક – એક ઈન્ચાર્જ મૂકવામાં આવશે. જે કોરોનાના કેસોની યાદી ઝડપી ઉચ્ચ અધિકારીઓને સોંપશે.આ ઉપરાંત જયંતિ રવિએ જણાવેલ કે હાલમાં દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં છે અને જરૂર પડ્યે વધુ જથ્થો પણ આપવામાં આવશે. તેમજ ધનવંતરી રથ શરૂ કરે એ પહેલા દરેક વોર્ડમાં મીટીંગો કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલોમાં ઓપીડી વિભાગમાં ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવેલી હોય છે. તેને તુરંત જ રિપોર્ટ આપી ઉચ્ચ અધિકારીઓને પણ તુરંત ધ્યાન દોરવા સુચન કર્યુ હતું.  આ ઉપરાંત ‘ઈતિહાસ’ નામનો સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેરમાં કોરોનાના કેસોની હિસ્ટ્રી રાખવામાં આવે છે જે વિસ્તારોમાં કેસો વધુ હોય એ વિસ્તારોની યાદી બનાવી એ વિસ્તાર અને અધિકારીઓને સોંપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!