રાજનીતિ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રથમવખત ગુજરાતના આંગણે

96views

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે પધારશે.તેઓનું સ્વાગત અમદાવાદ એરપોર્ટ પર બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘણી દ્વારા કરાશે.

ઉલ્લેખનીય છે કે જે.પી.નડ્ડા લોકસભામાં ભવ્ય વિજય મેળવ્યા બાદ પ્રથમ વખત જ તેઓ ગુજરાત પધારી રહ્યા છે.તેઓ ભાજપના કાર્યાલય ‘કમલમ’ખાતે એક બેઠક યોજશે જેમાં ભાજપના તમામ કાર્યકરો હોદ્દેદારો, ધરાસભ્યો, સાંસદો,ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો,તમામ ઝોન ઈન્ચાર્જ અને વિવિધ બોર્ડ/નિગમના ચેરમેનો પણ ખાસ ઉપસ્થિત રહેશે.

સાથે સાથે તા.20ના રોજ ગુજરાતનું ગૌરાવવંતા સ્થાન એટલે કે “સ્ટેચ્યૂ ઓફ યુનિટી”ની પણ મુલાકાત લેશે.

Leave a Response

error: Content is protected !!