રાજનીતિ

વિકટ પરિસ્થિતીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરાની મુલાકાતે , ગોઠણડુબ પાણીમાં ઉતરીને કરી લોકોને મદદ

102views

એક બાજુ વડોદરામાં કુદરત કોપાઈમાન છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ ઘરમાં બેસી રહેવાને બદલે  વરસાદની પરવાહ કર્યા વગર પુરગ્રસ્તોની મુલાકાતે છે. ગોઠણડુબ પાણીમાં ઉતરીને જીતુ વાઘાણીએ વડોડરાની મુલાકાત લીધી. આ ઉપરાંત સિટી એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. તો સાથે જ CCTV કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું

અતિ ભારે વરસાદને લીધે વડોદરા શહેર તથા જીલ્લામાં સર્જાયેલી વિકટ સ્થિતિનો ચિતાર જીતુ વાઘાણીએ નગરજનો સહ સંવાદ કરીને મેળવ્યો હતો. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યુ કે ” કુદરતી આપત્તિની આ ઘડીમાં ભાજપા સરકાર અને સંગઠન તમારી સાથે જ છે. અતિવૃષ્ટિની આફતમાં પણ સ્વસ્થતાથી મુકાબલો કરનારા સૌ નાગરિકોની દિલેરી ઝિંદાદિલીને બિરદાવું છું.”

મુખ્યમંંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ પ્રદેશ નેતાઓ વડોદરાની પરિસ્થિતીને ગંભીરતાથી લીધી છે અને આગોતરા આયોજનથી મુશ્કેલી ટળી છે.

બરોડામાં રૂપાણી સરકાર, સૈન્ય, સુરક્ષા, વહીવટીતંત્રની બહેતરીન કામગીરી : એક દિવસમાં ૨૦ ઈંચ વરસાદ છતાં હજારો લોકોનાં જાનમાલનો બચાવ કરવામાં સફળતા : કોઈ મોટી દુર્ઘટના ઘટી નથી

હજુ વરસાદ વરસવાનું અવિરત ચાલુ હતું ત્યાં જ દીર્ધદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં તાત્કાલિકની બેઠક બોલાવી. તમામ માહિતી મેળવી તાત્કાલિક એનડીઆરએફ એસડીઆરએફની ૪, આર્મીની ૨ તેમજ એસઆરપીનાં ૨ કેમ્પ તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટિમને બચાવ-રાહત કામોમાં જોડાઈ જવાની સુચના આપી દીધી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ આગોતરી કામગીરીને કારણે નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાઈ લોકોનાં જીવ જોખમમાં મુકાઈ એ પહેલા જ હજારો લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં રેસ્ક્યુ કરીને ઘણા બધા લોકોનાં જીવ બચાવી લેવામાં આવ્યા. અલબત્ત જે કોઈ લોકો વરસાદી આફતમાં મૃત્યુ પામ્યા છે તેમને વિજયભાઈ રૂપાણીએ ચાર-ચાર લાખ રુપિયા સહાય કરવાની જાહેરાત કરી છે.

 

Leave a Response

error: Content is protected !!