રાજનીતિ

સમાજમાં ઉશ્કેરણી ફેલાવતી કોંગ્રેસને વાઘાણીએ લીધી બાનમાં, મહંત દિલીપદાસજીના પોસ્ટર અંગે તીખા પ્રશ્નો પુછ્યા

574views

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને મહંત દિલીપદાસજીના નામે પોસ્ટર લગાવવા બાબતે કોંગ્રેસને બાનમાં લીધી.

જીતુભાઈ વાઘાણીએ કહ્યુ કે

  • અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીના નામે પોસ્ટર લગાવીને સમાજમાં ઉશ્કેરણી અને વૈમન્સ્ય ફેલાવવાના હિન કૃત્ય બદલ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ અંગે કોંગ્રેસે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ.
  • કોના કહેવાથી કોંગ્રેસના કાર્યકરોએ આવા પોસ્ટર લગાવ્યા હતા ?
  • આવા પોસ્ટર લગાવવા પાછળ કોંગ્રેસનો શું ઇરાદો હતો? તે કોંગ્રેસ જાહેર કરે.
  • હિન્દુઓમાં ભાગલા પાડો અને રાજ કરોની કોંગ્રેસની કુનીતિ ખુલ્લી પડી ગઈ છે.
  • કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ રમી રહી છે પરંતુ ગુજરાતની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે

અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહંત પૂ. શ્રી દિલીપદાસજી મહારાજના નામે ઉશ્કેરણીજનક પોસ્ટર લગાવવા બાબતે કોંગ્રેસનાં કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. તે અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીના નામે પોસ્ટર લગાવીને સમાજમાં ઉશ્કેરણી અને વૈમન્સ્ય ફેલાવવાના હિન કૃત્ય બદલ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ અંગે કોંગ્રેસે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ. પૂજ્ય દિલીપદાસજી જેવા સન્માનિય સંતના નામે પણ ગંદી રાજનીતિ કરવાનું કોંગ્રેસ ચૂકતી નથી તે શરમજનક છે. વાઘાણીએ જણાવ્યુ હતું કે, કોના કહેવાથી કોંગ્રેસના કાર્યકરોએ આવા પોસ્ટર લગાવ્યા હતા ? આવા પોસ્ટર લગાવવા પાછળ કોંગ્રેસનો શું ઇરાદો હતો? તે કોંગ્રેસ જાહેર કરે. સમાજના જુદા જુદા વર્ગોમાં ઝેરના બીજ રોપવાની કોંગ્રેસની મેલી મુરાદ અને હિન્દુઓમાં ભાગલા પાડો અને રાજ કરોની કોંગ્રેસની કુનીતિ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ રમી રહી છે પરંતુ ગુજરાતની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે.

Leave a Response

error: Content is protected !!