વિકાસની વાત

‘આદત બદલો,અમદાવાદ બદલાશે’ , શહેરને સ્વચ્છ રાખશે ‘જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’

150views

બુધવારે 5 જૂનના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવશે. બુધવારે સવારે 7.30 વાગે ટાગોર હોલ ખાતે કાર્યક્રમ શરૂ થશે. જેમાં શહેરમાં પહેલી વખત ટ્રાફિકની સમસ્યા, ગંદકીને દૂર કરવા માટે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ શરૂ થશે.

સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં પહેલી વખત આપણા શહેરમાં અમદાવાદ મ્યુનિ.અને પોલીસ દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેઈટી)ની રચના કરવામાં આવી છે. અને ‘આદત બદલો,અમદાવાદ બદલાશે’ ના કેમ્પેઈન હેઠળ તમામ 48 વોર્ડમાં ગંદકી ફેલાવનારા, ટ્રાફિક કે દબાણ કરનારાને દંડ ફટકારવા આખો દિવસ ઈ-રિક્ષામાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ ફરશે. કમિશનર વિજય નેહરા અને પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું કે, ઈ-રિક્ષામાં ફરનારા પાંચ લોકોની ટીમમાં એસ્ટેટ અને સોલીડ વેસ્ટના બે અને ટ્રાફિક-લોકલ પોલીસના બે એમ કરીને કુલ ચાર કર્મચારી અને ડ્રાઈવર હશે.

શહેરને સ્વચ્છ રાખવા માટે તેમજ ટ્રાફિકની હાલાકી દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી છે. આ ટીમ દેશભરના શહેરોમાં સૌપ્રથમવાર અમદાવાદમાં બની છે.

દરેક વોર્ડમાં આ ટીમ સઘન ચકાસણી કરશે અને જો કાયદાનો ભંગ કરવામાં આવ્યો હશે તો તેને દંડ કરવામાં આવશે. જે તાત્કાલિક ભરવાનો રહેશે. જો દંડ નહીં ભરે તો તેમને મેજીસ્ટ્રેસ સામે હાજર કરીને કાર્રવાઈ કરવામાં આવશે.

 

ઝોન જાહેરમાં પેશાબ જાહેરમાં થૂંકવા પર 500થી 2000 રૂપિયાનો દંડ થશે. આ ઉપરાંત, લાઇસન્સ પણ રદ થઈ શકે છે.ગમે ત્યાં કચરો ફેંકવા બદલ 100 રૂપિયા દંડ ફટકારાશે. ટ્રાફિક નિયમો તોડવા બદલ 100થી 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.આડેધડ પાર્કિંગ કરવા પર 100થી 500 રૂપિયા દંડ રૂપે લેવામાં આવશે.

તે સિવાય 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી મુખ્યમંત્રી વિજયરૂપાણી 70માં વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન 10 કરોડ વૃક્ષો વાવશે. ૧૦ કરોડ વૃક્ષ વાવી ગુજરાતને ગ્રીન ગુજરાત – ક્લીન ગુજરાત બનાવવા રૂપાણી સરકાર પ્રતિબદ્ધ છે. 70 વન મહોત્સવ પ્રસંગે રાજ્યનાં 33 જિલ્લા, 8 મહાનગરો, 250 તાલુકા મથકો અને 5020 ગામોમાં બુધવારે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે સવારે ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિજ્ઞા લીધી અને  મિશન મિલીયન ટ્રીઝ 10 કરોડ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રદૂષણ અટકાવવું, સ્વચ્છતા જાળવવી, નદીઓનું શુધ્ધિકરણ એમ સહિયારા પ્રયાસોથી પર્યાવરણની જાળવણી કરી શકાશે.

અમદાવાદના નદીના શુધ્ધિકરણ અને વૃક્ષારોપણના મહાઅભિયાનમાંથી સમગ્ર રાજ્યના શહેરો પ્રેરણા લેશે. પાણીમાં જીવ અને છોડમાં રણછોડની આપણી સંસ્કૃતિ રહી છે. સમષ્ટી આખીનો વિકાસ આપણે કરવો છે. જળ-વાયુ-અગ્નિની પૂજા આપણી પરંપરા રહી છે.

 

વિશ્વએ પ્રકૃતિનું દોહન કર્યું છે અને એટલે જ પર્યાવરણની સમસ્યા એક પડકાર બન્યો છે ત્યારે આપણે આ પડકારનો સામનો કરવા અભિયાન ઉપાડ્યું છે તે અનુકરણીય છે. આ મહાઅભિયાન સાબરમતી આશ્રમના ઘાટ પાસે, સુભાષબ્રીજ અને દધિચી બ્રીજની વચ્ચે શરૂ થશે.બે ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે.

 

વોઈસ ઓફ ગુજરાત દ્વારા ખાસ અપીલ છે કે અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ મહાનગર બનાવીએ.

Leave a Response

error: Content is protected !!