જાણવા જેવુ

મિત્રો નિરાશ ના થતા, ધો.10માં ગણિત-વિજ્ઞાનમાં 36 ગુણ લાવનાર તુષાર સુમેરા અત્યારે જુનાગઢના કમિશનર છે..!

7.64Kviews

‘તુષાર સુમેરા‘ ઓછા ટકા લાવનારા અને ‘મારાથી તો આ ના જ થાય‘ એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ આદર્શ ઉદાહરણ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ગૌરીબેન ચાવડા અને જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં દલપતભાઈ સુમેરાના ત્રણ પુત્રોમાંના મોટા પુત્રએટલે તુષાર સુમેરા.

સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારબાદ મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યું, પછી આગળ ભણતા એમ.એ. અને બી.એડનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો… એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, મારે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં 36, વિજ્ઞાનમાં 36, અને અંગ્રેજીમાં 36 માર્ક હતા. મારી માર્કશીટ જોઈને તો કોચિંગ ક્લાસ વાળાએ તો કીધું કે, તારા જેવા વિદ્યાર્થી પાસ ના થાય. તેમને બી.એ.ના પ્રવેશ ફોર્મમાં તેમના નામનો પહેલો અક્ષર ‘T’ સ્મોલ અને છેલ્લો અક્ષર ‘R’ કૅપિટલમાં લખ્યો હતો.

તેમણે કહ્યું કે, હું આટલો ઠોઠ હોવા છતાં મેં નક્કી કર્યું કે, મારે મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ કરવું છે. મને વિચાર આવતો કે, બીજા બધા લોકો ફટાફટ અંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી ? ભગવાને બધાને બધું સરખું આપ્યું છે તો, હું કેમ ના બોલી શકું? આવા વિચાર સાથે ખુબ મહેનત શરૂ કરી અને મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યા બાદ એમ.એ અને બી. એડ પણ કર્યું.

તેમણે ભણતર પૂર્ણ કરીને મહિને ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગાર સાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેકટર આવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે કલેક્ટર થવું હોય તો થવાય! પછી તેમણે કોઈકને પૂછ્યું કે, કલેક્ટર થવું હોય તો? કોઈકે કીધું કે , યુ.પી.એસ.સી.ની( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન )પરીક્ષા આપવી પડે. પછી બધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈને યુ.પી.એસ.સી ની તૈયારીઓ ચાલુ કરી. તેમનું ૨૦૦૭માં સ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડ મહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ (નાપાસ) થયા બાદ પાંચમા પ્રયત્ને સફળ થયા.

કોઈ વ્યક્તિ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરે એટલે ઘરની સાથે સાથે આખા ગામમાં અને આખા રાજ્યમાં સુખનું મોજું પ્રસરી જાય. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનારા બહુજ ઓછા વિદ્યાર્થીઓ હોય છે.

તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી. સતત પાંચ વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ હું આઈ.એ.એસ. બની શક્યો!

તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, ‘હું સ્પીપામાં જોડાયો ત્યારે રોજના ૧૪ થી ૧૫ કલાક વાંચતો. ત્યારબાદ ૧૦ કલાકની સરેરાશથી ૪ વર્ષ સુધી તનતોડ મહેનત કરી.

અંતે, ૨૦૧૨ માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એ પણ આઈ.એ.એસ ( ઇન્ડિયન આસિસ્ટન્ટ સર્વિસ ) કેડર સાથે, અને તેમની નિમણુંક પણ થઇ ગુજરાત રાજ્યના જુનાગઢમાં!

Leave a Response

error: Content is protected !!