વિકાસની વાત

કલમ 370 રદ થવાથી જમ્મુ કાશ્મીરમાં આવશે સકારાત્મક બદલાવો

106views

નવા નિર્ણયોને લઇને જમ્મુ કાશ્મીરમાં અનેક નવા સુધારાઓ આવશે. જેનાથી દેશમાં એકતા અને અખંડિતતા રહેશે સાથે જ આ નિર્ણય દેશનાં વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે.

પહેલા: જમ્મુ કાશ્મીરનો ધ્વજ અલગ હતો

હવે: જમ્મુ કાશ્મીરનો ધ્વજ અલગ નહિ હોય

પહેલા: જમ્મુ કાશ્મીરની બહારના લોકો જમીન ખરીદી શકતા ન હતા

હવે: બીજા રાજ્યના લોકો પણ જમીન ખરીદી શકશે

પહેલા: જમ્મુ કાશ્મીરને લઈને સંસદ સમિતિ કાયદાઓ બનાવી શકતી હતી

હવે: સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓનો આમ્લ થશે

પહેલા: જમ્મુ કાશ્મીરમાં પંચાયત પાસે કોઈ અધિકાર ન હતો

હવે: રાજ્યના પંચાયતોને મળશે સમાન અધિકાર

પહેલા: જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બે નાગરિકતા હતી હવે: જમ્મુ કાશ્મીરના લોકોની બે નાગરિકતા રદ થઇ જશે

પહેલા: જમ્મુ કાશ્મીરની મહિલા બહારના વ્યક્તિ સાથે લગ્ન કરતી તો તેની નાગરિકતા રદ થઇ જતી હતી

હવે: જમ્મુ કાશ્મીરની મહિલાઓ રાજ્યની બહારના વ્યક્તિ સાથે લગ્ન કરશે તો પણ તેમની નાગરિકતા જળવાઈ રહેશે

પહેલા: ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન ગુનો ગણાતો ન હતો

હવે: ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન ગુનો ગણાશે

પહેલા: જમ્મુ કાશ્મીરમાં સૂચનાનો અધિકાર લાગુ થતો નહતો

હવે: સૂચનાનો અધિકાર લાગુ થશે

પહેલા: રાજ્યમાં શિક્ષણના અધિકાર લાગુ ન હતા

હવે : શિક્ષણના અધિકારથી લાગુ થવાથી બાળકોને મળશે તેનો ફાયદો

Leave a Response

error: Content is protected !!