Corona Update

કાલુપુર માર્કેટનો ધમધમાટ ફરી નિયમો સાથે શરૂ, જતા પહેલા વાંચી લો આવી છે વ્યવસ્થા

ફાઈલ
1.06Kviews

1 જૂનથી રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવી રહ્યું છે, જેથી રાજ્યમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. અમદાવાદમાં નાની દુકાનો, મોલ, મંદિર, મોટા બજારો ખોલવામાં આવ્યા બાદ હવે આજથી કાલુપુર શાક માર્કેટને પણ શરૂ કરવામાં આવી છે.

  • શાક માર્કેટ સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહશે.
  • દુકાનદીઠ માત્ર 2 જ ગ્રાહક ખરીદી કરી શકશે.
  • તેમજ ગ્રાહકોની એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે,
  • આ માટે અલગ રસ્તા બનાવાયા છે.

તકેદારી રાખવા બાઉન્સરોની મદદ લેવાઈ
કોટ વિસ્તારમાં કોરોનાનો કહેર વધતા કાલુપુર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી માર્કેટ બંધ રહ્યા બાદ આજે શાક માર્કેટ ફરી ધમધમી ઉઠ્યું છે. ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા માટે બાઉન્સરોની મદદ લેવામાં આવી રહી છે. શાક માર્કેટમાં આવતા ગ્રાહકોમાં જેમની પાસે માસ્ક ન હોય તેમને પ્રવેશ આપવામાં નથી આવતો. થર્મલ ગનથી પહેલા ટેમ્પ્રેચર માપવામાં આવી રહ્યું છે ત્યારબાદ ટોકન આપીને જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

Leave a Response

error: Content is protected !!