રાજનીતિ

કમલનાથ સરકારને વિકાસના આડે આવ્યા ‘ચામાચિડીયા’ !

114views

છેલ્લા થોડા દિવસથી ભોપાલમાં વિજળીની સમસ્યાને કારણે કોંગ્રેસની કમલનાથ સરકાર લોકોના ગુસ્સાનો ભોગ બની છે. સીએમ કમલનાથે આ સમસ્યાનું કારણ ચામાચિડીયા છે તેમ જણાવ્યું છે. જી તમે બરાબર સાંભળ્યું છે. ચામાચિડીયાને કારણ ભોપાલમાં વીજળીની સમસ્યા થઈ છે.

આખી ઘટનાની માહિતી જોઈએ તો ભોપાલમાં કમલા પાર્ક તળાવને કિનારે ઘણા વૃક્ષો આવેલા છે જેમાં વર્ષોથી અનેક ચામાચિડીયા વસવાટ કરે છે. આ જ વૃક્ષોના તળિયે  વીજળીના તાર પસાર થાય છે.. હવે ચામાચિડીયા ઘણી વાર ઈલેક્ટ્રીક રેખાઓ સાથે અથડાઈ છે અને પરિણામે વીજળીના તારમાં તકલીફ થાય છે,.

સમસ્યા એટલી વધી ગઈ છે કે ભોપાલમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે અને લોકો પરેશાન થાય છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ  60 ટ્રાન્સમીટર બદલાવવામાં આવ્યા છે પણ હજુ સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મધ્યપ્રદેશના ઉર્જામંત્રી સહિત તમામ અધિકારીઓ અને નેતાઓની ફોજ આ સમસ્યાના ઉકેલ માટે લાગી ગઈ છે પણ લાગે છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને વિકાસના આડે ચામાચિડીયા આવી રહ્યા છે.

ઊર્જામંત્રી પ્રિયવતસિંહે જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર્સની તપાસ માટે તકનીકી ટીમની રચના કરવી જોઈએ. જનરલ મેનેજર અને અન્ય અધિકારીઓ સતત વિસ્તારની મુલાકાત લે છે તો વધુમાં પ્રશ્નોના નિરાકરણ આવે તે માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવવા માટે આદેશ થયા છે. જો કે આ હવે આ ચામાચિડીયા ક્યાં સુધી વિકાસને આડે આવશે એ તો જોવુ રહ્યુ. 


Leave a Response

error: Content is protected !!