Corona Update

વધુ બે ધારાસભ્યને કોરોના, અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત

648views

કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતાં તેમને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં સારવાર ચાલું કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે. બનાસકાંઠાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગેનીબેન ઠાકોર અને વી.ડી.ઝાલાવડીયાની ફાઈલ તસવીર
ગેનીબેન કોંગ્રેસ ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા

અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોનાગ્રસ્ત

  • આ પહેલા ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ),
  • જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ),
  • કિશોર ચૌહાણ(ધારાસભ્ય, ભાજપ),
  • બલરામ થાવાણી(ધારાસભ્ય, ભાજપ),
  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થયા હતા.
  • જો કે આ ભરતસિંહ સોલંકી સિવાય આ તમામ નેતાઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ભરતસિંહ સોલંકી સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં કોઈ સુધારો પણ નથી. તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર છે.

Leave a Response

error: Content is protected !!