ધર્મ જ્ઞાનરાજનીતિ

‘દુઃખ ભરે દિન બીતે રે મનવા, અબ તો સુખ આયો રે’:જમ્મુ-કાશ્મીરમાં 50 હજાર બંધમંદિરોના ખુલવા જઈ રહ્યા છે દ્વાર

199views
  • જમ્મુ-કાશ્મીરમાં 50 હજાર બંધમંદિરો ખોલવાની તૈયારીઓ
  • વર્ષોબાદ જમ્મુ-કાશ્મીરમાં પાછા ફરશે ગિરધરગોપલા
  • ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું, વર્ષોથી બંધ મંદિરો ખોલવામાં આવશે
  • સરકારે બંધ શાળાઓ અને મંદિરોનો શરૂ કર્યો સર્વે
  • 90ના દાયકામાં ખીણમાં આતંકવાદ શરૂ થયા પછી ઘણા મંદિરો થઈ ગયા હતા બંધ

“મંગલ મંદિર ખોલો દયામય,મંગલ મંદિર ખોલો”આ ભજન એક ભક્ત દ્વારા ભગવાન માટે ગાવામાં આવે છે ખરુંને પરંતુ આ ભજન વર્ષોથી જમ્મુ કાશ્મીરમાં રહેતા હિન્દૂ લોકોની હ્દયભાવના બની ગઈ હતી. જે હવે ભગવાન મોદી સરકાર દ્વારા કરાવશે હા, હવે વર્ષોથી બંધ અને જર્જરિત હાલતમાં રહેલા હિંદુ સાથે ત્યાંના હિંદુ મંદિરોની પણ નસીબમાં જાણે નાથે વર્ષો સુધી વનવાસ આપ્યા બાદ હવે દિવાળી લખી હોય  તેવું લાગી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાના કામચલાઉ નાબૂદ અને રાજ્યના બે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પુન:રચના પછી કેન્દ્ર સરકાર હવે ખીણમાં વર્ષોથી બંધ રહેલા મંદિરો ખોલવાની તૈયારી કરી રહી છે.

ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે,” સરકાર ખીણમાં બંધ મંદિરોનો સર્વે કરી રહી છે.
અમે કાશ્મીર ખીણમાં બંધ શાળાઓના સર્વે માટે એક સમિતિની રચના કરી છે અને તેઓ ફરીથી ખોલવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, લગભગ 50 હજાર મંદિરો બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક નાશ પામ્યા છે અને મૂર્તિઓ તૂટી ગઈ છે. અમે આવા મંદિરોના સર્વેનો આદેશ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે 90 ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો સમયગાળો શરૂ થયા પછી લાખો કાશ્મીરી પંડિતોને ખીણમાંથી પલાયન કરવાની ફરજ પડી હતી. આતંકીઓએ કાશ્મીરી પંડિતોની હત્યા કરી અને ઘણા મંદિરોને નુકસાન પહોંચાડ્યું. પંડિતોની હિજરત બાદ ખીણનાં ઘણાં મંદિરો બંધ થઈ ગયાં. તેમની વચ્ચે ઘણા પ્રખ્યાત મંદિરો છે. શોપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર છે, તેવી જ રીતે પહેલગામમાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે જે હજી પણ બંધ છે.

હિંદૂકાશ્મીરીઓ હવે ઉંમગભેર નીડર રીતે પોતાના હિન્દૂ તહેવારો ઉજવી શકશે ત્યારે કહેતા  ગર્વ થાય છે કે  મંદિર તો હતા પણ એમાં જાણે ભગવાન જ ક્યાંય ખોવાય ગયા હતા તે પાછા ફરનાર છે એ પણ મોદી સરકારના મરણિયાપ્રયત્નોથી.

“पलक हमने बिछाई है, सजाये दिप नैनन में,चमन से पुष्प लाये है सजाये थाल चंदन के
ह्रदयतल से है स्वागत मेरे नाथ तेरा श्रीफल भेट में लेकर है प्रस्तुत साथ परिजन के”

મંદિર ખુલવાની ખબર સાથે જ દરેક હિંદુકાશ્મીરીની મન: સ્થિતિ કંઈક આવી જ હશે તો તમે આ સુખદ સમાચાર વિશે શું કહેવા માંગો છો?? તો જણાવો છો ને તમારી અભિવ્યક્તિ Voice of Gujaratને

Leave a Response

error: Content is protected !!