વિકાસની વાત

કાશ્મીરમાં શરૂ થયા ‘અચ્છે દિન’ પાંચ મોટા સુધારાથી કાશ્મીરી લોકોને શું થશે ફાયદો???

97views

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિનાં કહેવાથી આર્ટિકલ 370ને બહુમતી સાથે નાબૂદ કારી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સંસદમાં આ નિર્ણય જાહેર કર્યો હતો. આ મહત્વનાં નિર્ણયથી અનેક સુધારા લાવી શકાયા છે.

1 હવે જમ્મુ કાશ્મીરમાં દેશનાં કોઈ પણ રાજ્યનાં લોકો પ્રોપર્ટી ખરીદી શકશે.

2 જમ્મુ કાશ્મીરમાં હવે ભારતનો ધ્વજ ફરકાવવામાં આવશે.

3 કાશ્મીરમા આર્ટિકલ 370 નાબૂદ કરી દેવામાં આવી છે જેથી હવે ત્યાં પણ ભારતનું સંવિધાન લાગુ પડશે.

4 જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિકોની બેવડી નાગરિકતા સમાપ્ત થશે.

5. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને હવે અલગ કરી અને કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યાં છે

6 હવે જમ્મુ કાશ્મીરમાં માત્ર આર્ટિકલ 370 જ લાગુ પડશે. બાકીની તમામ બઘી જ કલમો રાષ્ટ્રપતિ દ્વારા ખતમ કરી દેવામાં આવી છે.

7 જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા યોજાશે, પરંતુ લદ્દાખમાં વિધાનસભા યોજાશે નહીં. મતલબ કે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યની સરકાર હશે, પરંતુ લદ્દાખમાં કોઈ સ્થાનિક સરકાર નહીં હોય.

8 જમ્મુ અને કાશ્મીરની છોકરીઓને હવે અન્ય રાજ્યોના લોકો સાથે પણ લગ્ન કરવાની સ્વતંત્રતા મળી છે. જો તે બીજા રાજ્યના પુરુષ સાથે લગ્ન કરે છે તો તેની નાગરિકતા સમાપ્ત થશે નહીં.

9 આર્ટિકલ 370માં પહેલા પણ ઘણાં ફેરફારો કરવામાં આવ્યાં હતાં . 1965 સુધી જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર-એ-રિયાસત અને મુખ્યમંત્રીની જગ્યાએ પ્રધાનમંત્રી હતાં.

10 આર્ટિકલ 370ને નાબૂદ કરવાની મંજુરી રાષ્ટ્રપતિ એ પહેલા જ આપી દીધી હતી. ખરેખર આ ખરડો રાષ્ટ્રપતિ દ્વારા પહેલેથી લાગુ કરવામાં આવ્યો હતો. તેથી તેને સમાપ્ત કરવા માટે સંસદમાંથી પસાર કરવાની જરૂર નહોતી.

Leave a Response

error: Content is protected !!