રાજનીતિ

કેજરીવાલ સરકાર કોરોના સામે પસ્ત,અમિત શાહે સ્થિતી સંભાળતા દિલ્હીવાળા સ્વથ્ય

609views

કોરોના મહામારીએ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ તેજ ગતિએ કોરોના પ્રસરી રહ્યો છે હાલ દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 70 હજાર 169 થઈ ગઈ છે. તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 99 ડોક્ટર્સના કોરોનાના કારણે મોત થયા છે. કુલ 1302 ડોક્ટર્સ સંક્રમિત થયા છે. અમે ડોક્ટર્સને સાવધાની રાખવા માટે રેડ એલર્ટ આપ્યું છે. covid19india.org વેબસાઈટ પ્રમાણે, બુધવારે 32 હજાર 607 નવા કેસની પુષ્ટી કરાઈ છે.આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 116993 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 3487 લોકોના જીવ ગયા છે.


હવે ધીમે ધીમે દિલ્હીમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે તેનું જો મહત્વનું કોઈ કારણ હોય તો અમિત શાહના સૂઝ-બુઝ પૂર્વકના નિર્ણયો અને સમયસૂચકતા.આમ તો દિલ્હીમાં કેજરીવાલ સરકાર છે અને તે પોતાના તરફથી કોરોનાના સંક્ર્મણ રોકવા પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન રહ્યા અને દિલ્હીની ખરાબ થતી પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે કમાન પોતાના હાથમાં લીધી અને બેકાબુ કોરોનાને કર્યો કાબુમાં.અમિત શાહે દિલ્હીમાં રોજ લોકોના 70% જેટલા ટેસ્ટ કરવાના આદેશ આપ્યા પરિણામ સ્વરૂપઆજે દિલ્હીમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મૃત્યુદર પણ ઘટી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!