રાજનીતિ

ખેલ મંત્રી કિરણ રિજિજુએ”બોટલ કેપ ચેલેન્જ”દ્વારા દેખાડી પોતાની ફિટનેસ:સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

125views

આજકાલ સોશિયલ મીડિયા પર “બોટલ કેપ ચેલેન્જ”ખૂબ પ્રચલિત થયો છે ત્યારે આપણા ખેલ મંત્રી કિરણ રિજિજુ પણ આ ચેલેન્જ અજમાવતા જોવા મળ્યા.કિરણજીએ બોટલ કેપ ચેલેન્જ ટ્રાય કરતા હોવાનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ ચેલેન્જમાં કોઈ એક બોટલનું ઢાંકણું પોતાના પગ વડે ખોલવાનું હોય છે.જે #Bottalecapchallange તરીકે પ્રખ્યાત છે.આવા ચેલેન્જો બૉલીવુડના અભિનેતાને અભિનેત્રીઓ કરતા નજરે પડતા હોય છે.

કિરણજીએ પોતાની ફિટનેસ બતાવી સાથે દેશવાસીઓને એક અપીલ પણ કરી.તેઓએ પોતાના કેપ્શનમાં”say no to drugs get ready for Fit India Campaign”લખ્યું હતું.

વીડિયો પર લોકો કિરણજીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તો સાથે તેઓ એક પરફેક્ટ ખેલ મંત્રી હોવાનું પણ કહી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!