રાજનીતિ

કિંગ શાહરૂખ ખાને આપ્યો ‘ગાંધી 2.0’ નો આઈડિયા, જાણો શું છે ‘ગાંધી 2.0’

121views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ફિલ્મ જગતની હસ્તીઓને મળ્યા હતાં. આ બેઠકમાં શાહરૂખ ખાન, આમિર ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો હાજર રહ્યાં હતાં અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. બેઠકમાં ગાંધીજીના વિચારોના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

કિંગ શાહરૂખ ખાને

ગાંધીજીના વિચારો પર વાત કરતાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને કહ્યું કે અમારે વિચાર કરવો પડશે કે લોકોને આ તરફ કેવી રીતે દોરવા. તેમણે ‘ગાંધી 2.0’ નો આઈડિયા આપ્યો.

તેમણે વધુમાં કહ્યું કે, ઘણી વાર આપણને સાચા-ખોટાની જાણ હોવા છતાં આપણે તે ભૂલીએ છીએ. તેમણે ઉદાહરણ આપ્યું કે દરેકને ખબર છે કે આપણે બધા સાફ સૂથરા હોવા જોઈએ અને ગંદકી ફેલાવવી ન જોઈએ, પરંતુ પીએમ દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની રજૂઆત કર્યા પછી, લોકોને એક નવી દિશા મળી છે.

શાહરૂખે કહ્યું કે આ વિચારો ફરીથી રજૂ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આજે આપણને ગાંધી2.0.ની જરૂર છે.

આ સિવાય પીએમએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ફિલ્મ જગતની તમામ હસ્તીઓ ગાંધીના મંતવ્યો વિશે વાત કરી રહી છે. આ પણ પ્રેરણાદાયી વિડિઓ જુઓ.

Leave a Response

error: Content is protected !!