રાજનીતિ

ગોઝારો સોમવાર : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ખીણમાં બસ ખાબકી, 35 મુસાફરોના દુ:ખદ મોત

151views

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સવારે અરેરાટી ભરી ઘટના બની. કિશ્તવાડમાં 50 થી 55 લોકોની ભરેલી મીની બસ ખીણમાં ખાબકી ગઈ. આ ભીષણ અકસ્માતમાં 35 મુસાફરોના મોત થયા છે અને ઘાયલોની સંખ્યા 17 બતાવવાાં આવી રહી છે. ઘાયલ થયેલા મુસાફરોને એયરલિફ્ટ કરવામાં આવી રહ્યા  છે.

 

ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ કેશવાનથી કિશ્તવાડ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો છે. ઘટનાની વધુ વિગત મુજબ અકસ્માત સોમવારે સવારે 7.40 કલાકે થયો હતો.  ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ સીધી ખીણમાં જઈને પડી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ જતાવીને ટ્વીટ કર્યુ છે.

Leave a Response

error: Content is protected !!