રાજનીતિ

G20- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મોદી સાથે સેલ્ફી લીધી, ટ્વીટ કરતા લખ્યું ‘કિતના અચ્છા હૈ મોદી’

122views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ એવું છે કે કોઇપણ તેમનાથી પ્રભાવિત થયા વગર રહી શકે નહીં. આવું જ જાપાનના ઓસાકામાં ચાલી રહેલ G20 સમિટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની મુલાકાત થઇ. આ મુલાકાતને ઓસ્ટ્રેલિયન પીએમ મોરિસને એક ટ્વીટ દ્વારા જણાવ્યું તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં ‘સારા’ ગણાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે મોદી કેટલા સારા છે! આ તસવીરમાં તેઓ અને પીએમ મોદી એકસાથે હસતાં જોવા મળી રહ્યાં છે. તેમણે આ ટ્વીટ #G20OsakaSummit સાથે શેર કરી. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જી20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં છે.

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ G-20 શિખર સંમેલનનો બીજો દિવસ છે. આજે આ સમિટના કેન્દ્રમાં પર્યાવરણનો મુદ્દો રહેશે. તેમાં G-20ના નેતાઓના 2050 સુધી દુનિયાના મહાસાગરોમાં પ્લાસ્ટિક કચરાના ડંપિંગને સમાપ્ત કરવા માટે સહમત હોવાની આશા છે. શનિવાર સવારે પોણા નવ વાગ્યે જળવાયુ પરિવર્તન પર બેઠક થશે તેમાં વડાપ્રધાન મોદી દુનિયાના અન્ય મોટા નેતાઓની સાથે ભાગ લેશે.

આની પહેલાં શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓના દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠકોની જેમાં તેમણે વેપાર, વિકાસ અને આતંકવાદના મુદ્દા પર વાત કરી. પીએમ મોદીએ અહીં પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાંધ્યું. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ દુનિયા માટે ખતરો છે. તેમાંથી છુટકારો મેળવવા માટે બધાએ એક સાથે મળીને સંઘર્ષ કરવાની જરૂર છે. તેમણે આતંકવાદના મુદ્દા પર એક ગ્લોબલ કોન્ફરન્સની માંગણી પણ કરી.

Leave a Response

error: Content is protected !!