રાજનીતિ

એ અધિકારી કોણ છે જેઓ ભાગેડુ માલ્યાને ઉંધા માથે પછાડી ભારતને અપાવી જોરદાર સફળતા ?

432views

વિજય માલ્યા વિરુદ્ધ બેંક છેતરપિંડી મામલે સીબીઆઈ અધિકારી સુમન કુમારની પડકારજનક અને સાવધાનીપૂર્વકની તપાસની સાથે સાથે લડંનની અનેક યાત્રાઓએ આખરે ત્રણ વર્ષ પછી રંગ લાવ્યો છે. બંધ થઈ ચુકેલી કિંગફિશર એરલાઇન્સનાં માલિક રહેલા માલ્યાને ગુરૂવારનાં ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે બ્રિટેનની સર્વોચ્ચ અદાલતમાં પ્રત્યાર્પણની વિરુદ્ધ અપીલની પરવાનગી માંગવાનાં તેમના આવેદનનો અસ્વીકાર કરવામાં આવ્યો. હવે માલ્યાનાં પ્રત્યાર્પણની પ્રક્રિયા 28 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. પ્રત્યાર્પણનો આ કેસ આઈડીબીઆઈ બેંકથી 900 કરોડની કથિત છેતરપિંડી સાથે જોડાયેલો છે.

સુમન કુમારને સોંપવામાં આવી તપાસ

માલ્યાની વિરુદ્ધ બેંકોનાં એક સમૂહથી 9 હજાર કરોડની કથિત છેતરપિંડીનાં મામલે પણ તપાસ ચાલી રહી છે. સીબીઆઈ અધિકારી સુમન કુમારને ઑક્ટોબર 2015માં મુંબઈનાં બેન્કિંગ છેતરપિંડી અને સિક્યુરિટી સેલનાં ડીએસપી તરીકે માલ્યાની વિરુદ્ધ તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. કુમાર અત્યારે સીબીઆઈમાં Additional Superintendent of Police છે.

મળી ચુક્યા છે અનેક મેડલો

23 વર્ષની ઉંમરમાં સબ-ઇન્સપેક્ટર તરીકે સીબીઆઈમાં પગ રાખનારા કુમારનો વ્હાઇટ કૉલર ક્રાઇમની તપાસમાં શાનદાર રેકૉર્ડ રહ્યો છે. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે તેમને વર્ષ 2002નાં સીબીઆઈનાં સર્વશ્રેષ્ઠ તપાસ અધિકારીનાં સ્વર્ણ પદથી બિરદાવ્યા હતા. સુમન કુમારને 2008માં પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ, 2013માં ઉત્કૃષ્ટ તપાસકર્તા અને 2015માં રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. 2015માં જ તેમણે માલ્યાની તપાસ શરુ કરી હતી.

આ પ્લાન પ્રમાણે શરુ કર્યું કામ

માલ્યા જ્યારે 2016માં દેશમાંથી ભાગી ગયો તો સીબીઆઈ માટે મોટી શરમની વાત હતી. એજન્સીને તેને પરત લાવવા માટે બ્રિટનની અદાલતમાં મોટી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. સુમન કુમારે વાંરવાર લંડનનાં ચક્કર લગાવીને એ ખાતરી કરી કે કેસની એકપણ સુનાવણી છૂટે નહીં. તેમણે ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસની સાથે તાલમેલ બેસાડ્યો જે લંડનની કૉર્ટોમાં માલ્યા વિરુદ્ધ કેસ લડી રહી હતી.

આ મુશ્કેલ હતુ કારણ કે, યૂરોપ અને ખાસ કરીને બ્રિટનમાં ભારતનો પ્રત્યાર્પણ મામલે ખરાબ રેકોર્ડ રહ્યો છે. જો કે કુમારે પોતાની સટીક તપાસથી આને કથિત છેતરપિંડી અને મનીલોન્ડ્રિંગ કેસ તરીકે સ્થાપિત કરવામાં સફળતા મેળવી. તેમણે પોતાની તપાસમાં જે તારણ નીકાળ્યા તેનાથી ભારતને માલ્યાનાં પ્રત્યાર્પણનાં સમર્થનમાં નિર્ણયાક તર્ક રજૂ કરવામાં સફળતા મળી, જેનું પરિણામ આજે સૌની સામે છે.

સોર્સ, સૌજન્ય- સંદેશ

Leave a Response

error: Content is protected !!