રાજનીતિ

હવે આંગળીના ટેરવેથી જાણી શકાશે રાજ્યના કોઈપણ વિસ્તારની પાણી-પુરવઠાની વિગતો

238views
  • પાણી પુરવઠા વિભાગ સાથે નાગરિકોને સીધા જોડવા માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલનું લોન્ચિંગ
  • રાજ્યના કોઇપણ છેવાડાના વિસ્તારમાંથી આંગળીના ટેરવે પાણી પુરવઠા વિભાગની કામગીરીની વિગતો જાણી શકાશે
  • મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે પાણી પુરવઠા વિભાગના ફેસબુક, ટ્વિટર અને યુ ટયુ્બ પેજનું લોન્ચિંગ કરાયું

ગુજરાત સરકારના પાણી પુરવઠા ખાતાના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે આજે તેમના કાર્યાલય ખાતેથી પાણી પુરવઠા વિભાગના સોશિયલ મીડિયા પ્રોફાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા આ વિભાગની કામગીરી તથા તેમને લગતી યોજનાઓ સહિતની અનેકવિધ ઉપયોગી વિગતો મળી રહે અને આ વિભાગ સાથે લોકોને સીધા જોડવાના મુખ્ય હેતુસર ઇલેકટ્રોનિક સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોન્ચ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરને નળ કનેક્શન થકી પાણી પુરવઠો આપવાના હેતુથી ‘‘હર ઘર જલ’’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે આ  લક્ષ્યાંક ત્રણ વર્ષમાં પુર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હોવાનું મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું છે.

મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૩ લાખ ઘર આવેલા છે. જે પૈકી હાલમાં ૬૭ લાખ ઘરને નળ જોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકી રહેતા ૨૬ લાખ ઘરને તબક્કાવાર આગામી ત્રણ વર્ષમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧ લાખ ઘરને આવરી લેવાના લક્ષ્યાંક સામે પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ જુન માસના અંત સુધીમાં બે લાખ જેટલા ઘર જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના પાણી પુરવઠા ખાતાના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે આજે તેમના કાર્યાલય ખાતેથી પાણી પુરવઠા વિભાગના સોશિયલ મીડિયા પ્રોફાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા આ વિભાગની કામગીરી તથા તેમને લગતી યોજનાઓ સહિતની અનેકવિધ ઉપયોગી વિગતો મળી રહે અને આ વિભાગ સાથે લોકોને સીધા જોડવાના મુખ્ય હેતુસર ઇલેકટ્રોનિક સંચાર વ્યવસ્થાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોન્ચ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરને નળ કનેક્શન થકી પાણી પુરવઠો આપવાના હેતુથી ‘‘હર ઘર જલ’’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે આ  લક્ષ્યાંક ત્રણ વર્ષમાં પુર્ણ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હોવાનું મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૩ લાખ ઘર આવેલા છે. જે પૈકી હાલમાં ૬૭ લાખ ઘરને નળ જોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકી રહેતા ૨૬ લાખ ઘરને તબક્કાવાર આગામી ત્રણ વર્ષમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧ લાખ ઘરને આવરી લેવાના લક્ષ્યાંક સામે પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ જુન માસના અંત સુધીમાં બે લાખ જેટલા ઘર જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!